GSTV
Trending World

ઉત્તર યુરોપના એસ્ટોનિયામાં એક યુદ્ધવિમાનમાંથી અચાનક મિસાઈલ લોન્ચ, કોઈ નુકસાન નહીં

ઉત્તર યુરોપના એસ્ટોનિયામાં એક યુદ્ધવિમાનમાંથી અચાનક મિસાઈલ લોન્ચ થઈ ગઈ હતી. જેના કારણે એસ્ટોનિયાની સૈન્ય ગતિવિધિઓ દરમિયાન દોડધામ મચી હતી. આ યુદ્ધવિમાન સ્પેનિશ હતું અને તે પ્રેક્ટિસ કરી રહ્યું હતું. એસ્ટોનિયાની સેનાએ જણાવ્યું છે કે આ સ્પેનિશ ફાઈટર પ્લેન જ્યારે કવાયત કરી રહ્યું હતું. ત્યારે એક બેલેસ્ટિક મિસાઈલ તેના હવાઈ ક્ષેત્રમાં લોન્ચ થઈ ગઈ હતી. જો કે સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ નુકસાન થયું નથી. આ ફાઈટર પ્લેન એર પોલિસિંગનો હિસ્સો હતું અને મંગળવારે બપોરે એસ્ટોનિયાના દક્ષિણી ભાગમાં આવેલા ક્ષેત્રમાં કવાયત કરી રહ્યું હતું.

જણાવવામાં આવે છે કે મિસાઈલમાં લગભગ 10 કિલોગ્રામ વિસ્ફોટક પદાર્થ હતો અને આખરી સમયમાં તે ઉત્તરમાં આવેલા ટાર્ટૂ શહેરથી ચાલીસ કિલોમીટર દૂર ટ્રેસ થયું હતું. જો કે આ મિસાઈલમાં દુર્ઘટના દરમિયાન ઓટોમેટિકલી ધ્વસ્ત થવાની સિસ્ટમ પણ છે. પરંતુ જણાવવામાં આવે છે કે આ મિસાઈલ જમીન સુધી ગઈ હતી. આ દુર્ઘટના બાદ એસ્ટોનિયાના વડાપ્રધાને ફેસબુક પર લખ્યું છે કે ઈશ્વરની કૃપા છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જો કે તેમણે આ દુર્ઘટનાને બેહદ ખેદજનક ગણાવી છે.

Related posts

લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે બાકી છે માત્ર 5 દિવસ, આ 6 રીતે કરાવી શકો છો જમા

Kaushal Pancholi

Bappi Lahiri Birthday: સુપ્રસિદ્ધ ગાયક બપ્પી દાને સોનું પહેરવાનો ન હતો શોખ, પછી આ વ્યક્તિને કારણે બન્યા ‘ગોલ્ડ મેન’

Kaushal Pancholi

બજેટ 2023-24/ તમારે કેવું બજેટ જોઈએ છે ? સરકારે માંગ્યા સૂચનો ; આ છેલ્લી તારીખ છે

Padma Patel
GSTV