GSTV
India

ઉત્તર પ્રદેશ: મેરઠમાં નગરપાલિકાની સામાન્ય સભામાં BJP-BSPના કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણ

ઉત્તર પ્રદેશના મેરઠમાં નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપ અને બસપાના કોર્પોરેટરો વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. સામાન્ય વાતમાં થયેલી બોલાચાલી ઘર્ષણમાં પરિણમી હતી. મામલો વધુ ગરમાતા જનતાના પ્રતિનિધોઓ ભાન ભૂલીને સામાન્ય સભામાં બાખડ્યા અને ધક્કામુકી સર્જાઇ હતી.

ધક્કા મુક્કી વચ્ચે આ કોર્પોરેટરોને છુટા પાડવાનો અનેક પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ કોર્પોરેટરોનો હંગામો યથાવત રહ્યો હતો. હંગામા વચ્ચે અપક્ષના કોર્પોરેટરે વિરોધ સામાન્ય સભાની બેઠકમાં વિરોધ પ્રદર્શન કર્યુ હતું. મહત્વનું છે કે, મેરઠમાં આજે નગરપાલિકાની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં બજેટ સહીત મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવાની હતી. પરંતુ પ્રસ્તાવ પાસ કરવા મામલે ભાજપ અને બસપાના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું. જેથી સામાન્ય સભાને મોફુક રાખવામાં આવી હતી.

Related posts

અયોધ્યામાં વકફ બોર્ડની મિલકતોનો સર્વે ચાલુ, ગેરકાયદે કબજેદારો પર નજર!

GSTV Web Desk

SCએ વારાણસી કોર્ટમાં જ્ઞાનવાપી કેસની સુનાવણી સામેની અરજી પર સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

Hemal Vegda

AIMIM એટલે લીલુ કમળ! ઓવેસી ભાજપ સરકાર કેમ આટલી ઓવારી ગઇ, અપાય છે વીવીઆઈપી બંદોબસ્ત

GSTV Web Desk
GSTV