GSTV

ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ પર સુપ્રીમ કોર્ટની રોક, આશ્રમને નહીં સોંપાય સ્વામી સાનંદનો પાર્થિવ દેહ

સુપ્રીમ કોર્ટે પર્યાવરણવિદ્દ જી.ડી.અગ્રવાલના પાર્થિવ શરીરને હરિદ્વાર ખાતેના આશ્રમને સોંપવાના ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ પર શુક્રવારે રોક લગાવી છે. આ પહેલા ઉત્તરાખંડ હાઈકોર્ટે ઋષિકેશ ખાતે એમ્સને નિર્દેશ આપ્યો હતો કે તેઓ સ્વામી જ્ઞાનસ્વરૂપ સાનંદના પાર્થિવ શરીરને તેમના આશ્રમ માતૃસદનને સોંપી દે.

મહત્વપૂર્ણ છે કે સ્વામી સાનંદ ઉર્ફે જી.ડી.અગ્રવાલનું નિધન ઋષિકેશ ખાતે એમ્સમાં અગિયારમી ઓક્ટોબરે થયું હતું. તેઓ ગંગાના અવિરણ પ્રવાહ અને તેની સ્વચ્છતાને લઈને 111 દિવસથી અનશન પર હતા. અગ્રવાલના આધ્યાત્મિક ગુરુ સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તેમના પાર્થિવ શહીર પર દાવો કર્યો હતો. જ્યારે સરકારી હોસ્પિટલનું કહેવું છે કે અગ્રવાલે પોતાના શરીરને મેડિકલ રિસર્ચ માટે સંસ્થાને દાન કર્યું છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને જસ્ટિસ એમ. બી. લોકુરની ખંડપીઠે કહ્યું છે કે જો હાઈકોર્ટના ચુકાદાને લાગુ કરવામાં આવશે. તો તેવામાં મૃતકના અંગ પ્રત્યારોપણ માટે યોગ્ય રહેશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યુંછે કે આ બાબતને ધ્યાનમાં રાખતા હાઈકોર્ટના 26 ઓક્ટોબર-2018ના ચુકાદા પર આગામી આદેશ સુધી રોક લગાવવી યોગ્ય છે.

મહત્વપૂર્ણ છે કે અદાલતમાં એક જાહેરહિતની અરજી કરીને અનુરોધ કરવામાં આવ્યો હતો કે આઈઆઈટી કાનપુરના ભૂતપૂર્વ પ્રોફેસર જી. ડી. અગ્રવાલના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે તેમના અનુયાયીઓને સોંપી દેવામાં આવે. પાનીબાબા તરીકે જાણીતા રાજેન્દ્રસિંહ ગંગા સદભાવના યાત્રા લઈને ત્યાં પહોંચ્યા છે. એમ્સ વહીવટી તંત્રે કહ્યું છે કે તેમને કોર્ટના આદેશની નકલ મળશે. ત્યારે તેઓ કોર્ટના હુકમ પ્રમાણે કાર્યવાહી કરશે.

જો કે તેમણે કહ્યુ છે કે વધુ કલાકો સુધી મૃતદેહને બહાર રાખવામાં આવશે તો તે ખરાબ થઈ શકે છે અને તેવામાં 72 કલાક સુધી શરીને બહાર રાખ્યા બાદ પાછું હોસ્પિટલમાં રાકવનું મુશ્કેલ બની જશે. કારણ કે શરીર તેમના કોઈ કામમાં આવી શકશે નહીં.

Related posts

મોદી સરકારે ખેડૂતો પર લાઠીઓ વરસાવી, કેજરીવાલ ખેડૂતોના કરશે વધામણા, ધરણા સ્થળ પર આવી સગવડો આપશે

Pravin Makwana

બિહાર/ ઉપમુખ્યમંત્રીના પદેથી હટાવીને ‘સુમો’ને અહીં ફીટ કરવા માગે છે BJP, રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા

Pravin Makwana

દેશમાં વધતા કોરોનાના કેસને લઈને સુપ્રીમની લાલ આંખ, સ્થિતિને કાબુમાં લેવા કડક પગલા ભરવા જરૂરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!