GSTV
Home » News » ઉત્તરાખંડ-યુપીનાં રેલવે સ્ટેશન અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવાની ધમકી,પત્ર મળતા હાઇએલર્ટ

ઉત્તરાખંડ-યુપીનાં રેલવે સ્ટેશન અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવાની ધમકી,પત્ર મળતા હાઇએલર્ટ

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં લશ્કર-એ-મોહંમદના નામે બોમ્બ બ્લાસ્ટ કરવાનો ધમકીભર્યો પત્ર મળ્યો છે. રૂડકી રેલવે સ્ટેશનના અધિક્ષકને ટપાલ દ્વારા ધમકીભર્યો પત્ર મળ્યો છે. જેમાં લશ્કર-એ-મોહંમદનાં એરિયા કમાન્ડર મૈસૂર અહમદના નામનો ઉલ્લેખ છે. જેમાં 16 મેએ હરિદ્વાર સહિત કેટલાક ધાર્મિક સ્થળો અને 13મેએ રૂડકી સહિતના રેલવે સ્ટેશનને ઉડાવી દેવાની ધમકી આપી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે 13 મેએ રૂડકી, હરિદ્વાર, દહેરાદુન, લક્સર, રામપુર, શાહજહાંપુર, બરેલી, ગોરખપુર, ફૈઝાબાદ અને લખનૌ રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ કરાશે. તો 16 મેએ હરિદ્વારની હરકી પૈડી, ભારતમાતા મંદિર, ચંડી દેવી જેવા ધાર્મિક સ્થળો પર બ્લાસ્ટ કરવાની ધમકી આપી છે.

જોકે ધમકીને પગલે હાલ એલર્ટ આપવામાં આવ્યું છે. અને રેલવે સ્ટેશનો, ધાર્મિક સ્થળો સહિતના જાહેર સ્થળો પર સુરક્ષા વધારાઈ છે. પત્ર મળતા જ રૂડકીથી મુરાદાબાદ સુધી હલચલ મચી ગઈ છે. રેલવે અધિક્ષકે મામલાની જાણકારી મુરાદાબાદ કંટ્રોલ રૂમ સહિત જીઆરપી અને આરપીએફને આપી. પોલીસે ધમકીભર્યા પત્રની તપાસ શરૂ કરી છે.

પહેલા પણ મળ્યા છે ધમકીભર્યા પત્રો

આ પહેલા પણ લક્સર અને હરિદ્વાર રેલવે સ્ટેશન અધિક્ષકને ધમકીભર્યા પત્રો મળ્યા છે. પરંતુ આ વખતે પત્રમાં ઉત્તરાખંડ સહિત યુપીનાં અનેક રેલવે સ્ટેશનનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમજ યુપી અને ુત્તરાખંડનાં ધાર્મિક સ્થળોનો પણ ઉલ્લેખ કર્યો છે. જેથી પોલીસ અને ઇન્ટેલીજન્સ વિભાગ આ બાબતને ગંભીરતાથી લઇ રહ્યું છે. યુપી અને ઉત્તરાખંડનાં પોલીસ અધિકારીઓ એકબીજાનાં સંપર્કમાં હોવાનં જાણવા મળે છે.

READ ALSO

Related posts

Exit Poll: ઓરિસ્સામાં બીજેડી સૌથી મોટી પાર્ટી, ભાજપને મળશે આટલી સીટો

Riyaz Parmar

Exit Poll: કેરળમાં મોદી લહેર નહીં, આ પાર્ટી આગળ

Nilesh Jethva

Exit Poll: પંજાબમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર, AAPનું ખાતુ…

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!