GSTV
Home » News » ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીને ધ્યાનમાં રાખતા સપા અને બસપા વચ્ચે ગઠબંધન થવાની શક્યતા

ઉત્તરપ્રદેશમાં પેટાચૂંટણીને ધ્યાનમાં રાખતા સપા અને બસપા વચ્ચે ગઠબંધન થવાની શક્યતા

ઉત્તરપ્રદેશમાં લોકસભાની પેટાચૂંટણી આવી રહી છે. ત્યારે પેટા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ગઠબંધન થાય તેવી શક્યતાઓ વર્તાઈ છે.

ગોરખપુર અને ફૂલપુરમાં 11 માર્ચે થનારી લોકસભાની પેટા ચૂંટણીને લઈને બસપાની આજે બેઠક થવાની છે. આ બેઠકમાં માયાવતી દ્વારા કોંગ્રેસની કમજોર સ્થિતિને જોઈને આગામી રણનીતિ ઘડશે.

લખનૌ મંડલની બેઠક સાથે બંને મંડલના કો-ઓર્ડિનેટરોની બેઠક મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે માયાવાતી સીધી જાહેરાત નહીં કરીને સ્થાનીક સ્તરે નેતાઓ પાસે જાહેરાત કરાવશે.

બેઠક બાદ લોકસભાની પેટાચૂંટણીમાં બસપાના કાર્યકરો અને નેતા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર માટે મત માગી શકે છે. ગોરખપુર અને ફૂલપુરમાં લોકસભાની બેઠક પર 11 માર્ચે મતદાન થશે અને 14 માર્ચે પરિણામ જાહેર થશે.

2014માં ભાજપે આ બંને બેઠકો પર જીત મેળવી હતી. ગોરખપુર બેઠક પર મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ફૂલપુર બેઠક પર કેશવ પ્રસાદ મૌર્ય લોકસભા માટે ચૂંટાયા હતા.

Related posts

પતિના હતા ભાભી સાથે શારીરિક સંબંધ, પત્નીએ હત્યા કરી અને કિચનમાં….

Dharika Jansari

મહારાષ્ટ્રમાં સત્તા તો ગઈ પણ BJPને અહીં પણ પડશે જોરદાર ફટકો, મોદી-શાહે આ ગણિતો ન ભૂલવા જોઈએ

Karan

ઝારખંડમાં વોટિંગ પહેલા નક્સલી હુમલો, ચાર પોલીસ જવાન શહીદ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!