GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

ઈરાનની વિમાન તોડી પાડવાના કેસમાં મોટી કાર્યવાહી, પોલીસે સંખ્યાબંધ લોકોની કરી ધરપકડ

ઈરાનમાં યુક્રેઇન એરલાઈન્સના વીમાન તોડવાના કેસમાં આજે સૌથી મોટી કાર્યવાહી કરાઈ રહી છે. પોલીસે આ કેસમાં સંડોવાયેલા સંખ્યાબંધ લોકોની ધરપકડ કરી છે. ઈરાને પહેલાં જ સ્વીકારી લીધું છે કે આ માનવિય ભૂલ છે. જેને માફ કરી શકાય તેમ નથી. યૂક્રેન એરલાઈન્સનું બોંઈગ 737-800 વિમાન બુધવારે ઈરાનથી ઉડાન ભર્યાની 3 મિનિટ બાદ ક્રેશ થઈ ગયું હતું. ઇરાને આ ઘટનામાં સામેલ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. આ કેસમાં આજે ધરપકડો થઈ છે. ઈરાને આ ઘટના એ માનવિય ભૂલ હોવાનું સ્વીકારી લીધું છે. જે બાદ ઈરાન સામે 5 દેશો એકત્ર થઈને પ્રેશર કરી રહ્યાં છે.

ઇરાને હવે વળતા પગલાંના ભાગરૂપે આ કેસમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહીનો આદેશ કર્યો છે. ભારતમાં પણ હેલિકોપ્ટર તોડી પાડવાના કેસમાં સેનાના અધિકારીઓ સામે કાર્યવાહી થઈ છે. રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું છે કે આ તપાસની દેખરેખ એક “વિશેષ અદાલત” કરશે. તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે “દુ: ખદ ઘટના” નો દોષ ફક્ત તે વ્યક્તિ પર ન દોષી મૂકવો જોઈએ જેણે “ટ્રિગર ખેંચ્યું”. તેમણે ઉમેર્યું, “ઈરાની સશસ્ત્ર દળોએ તેમની ભૂલ સ્વીકારવી એ પહેલું પગલું છે.” “આપણે લોકોને ખાતરી આપવી જોઈએ કે તે ફરીથી નહીં થાય.” આ કેસમાં આજે ધરપકડો થઈ છે.

વિમાન તોડી પાડવાના કેસમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો અને બ્રિટિશના વડાપ્રધાન બોરિસ જોનસને દાવો કર્યો હતો કે ઈરાનની જ મિસાઈલથી વિમાન પર હુમલો કરાયો હતો.આ વિમાન દુર્ઘટનામાં 176 લોકોના મોત થયા હતા. વિમાન દુર્ઘટનામાં 83 ઈરાની નાગરિક, કેનેડાના 63 નાગરિકો અને યુક્રેનના યાત્રિકો માર્યા ગયા હતા. ઈરાને શરૂઆતમાં પ્લે ક્રેશને લઈને હુમલાની વાત નકારી હતી. ત્યારબાદ આ ઘટનાને માનવીય ભૂલ ગણાવી હતી.

ઈરાનને આર્થિક રીતે ભાંગવા અમેરિકાએ લગાવ્યા પ્રતિબંધો

ઈરાન સાથે ચાલતા તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાન પર વધુ કેટલાક પ્રતિબંધો લગાવી દીધા છે. ટ્રમ્પે ઈરાની ટેક્સટાઈલ, નિર્માણ, મેન્યુફેક્ચરિંગ અને ખનન સાથે જોડાયેલા લોકો પર પ્રતિબંધ લાદવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત સ્ટીલ ઉદ્યોગના ક્ષેત્રમાં પણ અલગ અલગ પ્રતિબંધ લાગી શકે છે. આ પ્રતિબંધોથી ઈરાનના સત્તાધિશોને મળનારી કરોડો ડોલરની સહાયતા રોકાઈ શકે છે. ઈરાન દ્વારા ઈરાક સ્થિત અમેરિકી સૈન્ય છાવણીઓ પર કરેલા મિસાઈલ હુમલાને ધ્યાને રાખીને ઈરાન પર ટ્રમ્પ સરકારે પ્રતિબંધ લાદી દીધા છે.અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ અને નાણાપ્રધાન સ્ટિવન ન્યૂચિને કહ્યુ કે, નવા પ્રતિબંધોથી મધ્યપૂર્વમાં અસ્થિરતા ફેલાવવા સાથે જ મંગળવારે થયેલા હુમલામાં સામેલ ઈરાની અધિકારીઓન પણ નુકસાન થશે.

Related posts

હવે માણસોની ભાષા બોલશે સેક્સ રોબર્ટ, અહીં થઈ રહ્યુ છે ઉત્પાદન

Pravin Makwana

LICની આ પોલીસીમાં રોકાણ કરીને આપ વર્ષે 50 લાખ સુધીનું પેન્શન મેળવી શકશો, જીંદગીભર મળશે ફાયદો

Pravin Makwana

લર્નિંગ લાઈસન્સ માટે ક્યા પ્રકારની પ્રોસેસ હોય છે, આ રીતે કઢાવી શકશો તમારુ કાચુ લાઈસન્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!