ઈન્ડોનેશિયામાં આવેલા વિનાશક ભૂકંપમાં અત્યાર સુધીમાં 82 લોકોના મોત થયા છે. તો વળી ભૂકંપમાં 100થી વધારે લોકો ઘાયલ થયા છે. ગઈ કાલે 7.0ની તિવ્રતના ભૂકંપ બાદ ઈન્ડોનેશિયામાં અફરાતફરી મચી ગઈ હતી. ભૂકંપ બાદ ઈન્ડોનેશિયામાં સુનામીનુ એલર્ટ આપવામાં આવ્યુ હતુ. બચાવ અભિયાનના પ્રવક્તા હેન્ડ્રો સંજાયાના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં 82 લોકોના મોત અને 100થી વધુ ઘાયલ થયા છે.
- અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી
- તેલંગાણા / રેવંત રેડ્ડીએ સીએમ તરીકે શપથ લીધાના થોડા કલાકોમાં જ ચૂંટણી વચન કર્યું પૂર્ણ
- નવા ચુંટાયેલા ધારાસભ્યના માથે 12 લાખનું દેવું અને રહેવા માટે ઝૂંપડી, જાણો કેવી રીતે જીત મેળવી પહોંચ્યા વિધાનસભા
- કોંગ્રેસના ધારાસભ્ય ફૂલસિંહ બરૈયાએ પોતાનું મોઢું કાળું કર્યું, ચૂંટણી પહેલા ભાજપની સીટોને લઈને કરી હતી જાહેરાત
- બાબા બાલકનાથે લોકસભાના સભ્ય પદેથી રાજીનામું આપ્યું, રાજસ્થાનના મુખ્યમંત્રી બનવાની અટકળો
ભૂકંપ બાજ દે સુનામીનું એલર્ટ આપવામાં આવ્યુ હતું. તેને રદ કરવામાં આવ્યું છે. યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર બિંદુ લંબોક આઈલેન્ડ પાસે નોંધવામાં આવ્યુ છે. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 15 કિલોમીટર નીચે નોંધાયુ છે. ભૂકંપની તિવ્રતાના કારણે લોકો પોતાના ઘર અને હોટેલ, રેસ્ટોરન્ટમાંથી બહાર નિકળી આવ્યા હતા. મહત્વનું છે કે, એક સપ્તાહ પહેલા પણ વિનાશક ભૂકંપ આવ્યો હતો. જેમા 17 લોકોના મોત થયા હતા.
યુ.એસ. ખગોળ વિભાગે આપેલી માહિતી મુજબ આ ભૂકંપ પૃથ્વીના પેટાળમાં ૧૦ કિ.મી. નીચે લોમ્બોકના ઉત્તર વિસ્તારમાં સાંજે અનુભવાયો હતો. તેની તીવ્રતા રીચર સ્કેલ પર ૭.૦૦ નોંધાયો હતો. ભૂકંપથી સુનામી સર્જાવાની ચેતવણી અપાઈ હતી. જોકે સમૃદ્રી તરંગોમાં માત્ર ૧૫ સે.મી. જેટલો ઉછાળ જણાતા અને તે પણ ત્રણ ગામો નજીક જ જોવા મળતાં તેને થોડા સમય બાદ પાછી ખેંચી લેવાઈ હતી. ઉ.લોમ્બોકના વહિવટી વડા નિજમુલ અખ્યારે કહ્યું હતું કે ભૂકંપને કારણે વિજળી નથી. સંપૂર્ણ બ્લેકઆઉટ હોવાથી હાલ સ્થિતિનો તાગ મેળવવો મુશ્કેલ છે પણ ઓછામાં ઓછા ૨૨ લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના પ્રવકતા સુટોપો પૂર્વો નૃગ્રોહાએ કહ્યું કે લુમ્બોક અને બાલી ટાપુઓ પર આ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા અને બન્ને ટાપુઓ પર મકાનોને નુકસાન થયું છે. લૂમ્બાકના મેનેજમેન્ટના અધિકારી ઈવાન અસમારાએ કહ્યું હતું કે લોકો ભયના માર્યા પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યારે બાલી ટાપૂ અને લૂમ્બોક ટાપુઓ પરના એરપોર્ટ યથાવત કાર્ય કરી રહ્યાં છે તેમ તેઓએ ઉમેર્યું હતું.
See more at: http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/international/on-lomokok-island-of-indonesia-seismic-earthquake-of-seven#sthash.YUMrwhYi.dpuf