GSTV

ઈઝરાયલ વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુને પણ ગુજરાત મુલાકાત રહેશે યાદગાર, જુઓ આવી છે તૈયારીઓ

જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની જેમ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુને પણ ગુજરાત મુલાકાત યાદગાર રહેવાની છે.

કારણ કે, આ મુલાકાત દરમિયાન તેઓને એરપોર્ટથી શાહી સ્વાગત અને દેશના વિવિધ પારંપરિક રંગોની ઝાંખી થવાની છે. ઈઝરાયલના વડાપ્રધાનને પીએમ મોદી ગાંધી આશ્રમની મુલાકાત કરવાના છે. ત્યારે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના લગભગ ૯ કિલોમીટરના આ રૃટ પર રસ્તાની બંને બાજુએ જુદા જુદા રાજ્યોની વિશેષતાઓને રજૂ કરતાં ૫૦ સ્ટેજ પણ બનાવવામાં આવી રહ્યા છે.

જેમાં કલ્ચરલ પ્રોગ્રામ યોજાશે..વિવિધ કલાકારો રાજ્યોનાં ભાતીગાળ પોષાકમાં કલા રજુ કરશે. એરપોર્ટથી બંને વડાપ્રધાનો ખુલ્લી જીપમાં બેસીને ગાધી આશ્રમ પહોંચશે. તેમજ સમગ્ર રસ્તામાં તેઓ નાગરિકોનું અભિવાદન જીલતા રહેશે. સ્કુલનાં બાળકો પણ યોગ સહિતનાં કરતબો બતાવશે.

Related posts

સરકાર ગૂંચવાઈ/ સ્પષ્ટતા કરે રાજ્ય સરકાર, બહાર જતાં લોકોના ટેસ્ટ માટે રૂપિયા આપવાના કે નહીં !

Pravin Makwana

રાજકોટ/ દબાણ હટાવા ગયેલી ટીમ પર લારીવાળાએ કર્યો છરી વડે હુમલો, જનતાએ જાહેરમાં ફટકાર્યો

Pravin Makwana

રાજ્ય સરકારની જાહેરાત/ સરદાર સરોવર બંધમાંથી ખેડૂતોને આપવામા આવશે પાણી, શિયાળુ પાકને થશે ફાયદો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!