GSTV
Home » News » ઈઝરાયલના વડાપ્રધાનનું પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પર કર્યું સ્વાગત

ઈઝરાયલના વડાપ્રધાનનું પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પર કર્યું સ્વાગત

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ ગુજરાતની એક દિવસની મુલાકાત માટે 11 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. એરપોર્ટ પર પણ તેમના સ્વાગત માટે ભાતીગળ પહેરવેશમાં લોકો ઉપસ્થિત રહ્યા અને સ્વાગત નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યુ.

પીએમ નરેન્દ્ર મોદી,રાજ્યપાલ ઓ પી કોહલી, સીએમ વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલે તેમનુ સ્વાગત કર્યુ. તો આદિવાસી નૃત્ય, ગુજરાતના પારંપરિક ગરબા સહિતના નૃત્ય દ્વારા અરપોર્ટ પર તેમનુ સ્વાગત થયુ.

બન્ને મહાનુભાવોનો ભવ્ય રોડ શો યોજાય તે માટેની તમામ તૈયારીઓ વહીવટી તંત્રએ પૂરી કરી લીધી છે. નવ કીલોમીટરનાં લાંબા રૂટ પર રોડની બન્ને બાજુએ 50 જેટલા સ્ટેજો ઊભા કરાયા છે. જેમાં ભાતીગળ વસ્ત્રોમાં જૂદા જૂદા રાજ્યોના લોકો લોકનૃત્ય-સંગીત પીરસશે.

રોડની બન્ને બાજુ લોકો ઊભા રહીને રોડ શોને નિહાળી શકશે. વડાપ્રધાનોનો કાફલો આશ્રમ રોડ પરનાં ગાંધી આશ્રમે પહોંચ્યા બાદ ત્યાં લગભગ 20 મિનિટનનું રોકાણ કરશે. બન્ને નેતાઓ હૃદયકુંજની મુલાકાત લઇને રેંટીયો પણ કાંતશે. ત્યાર બાદ એરપોર્ટ પરત ફરશે.

એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા બાવળા ખાતેના આઈ-ક્રીએટ સેન્ટર ખાતે બપોરે 12.30 વાગ્યે પહોંચશે. આ સંસ્થાના ત્રણ બિલ્ડિંગનું ઉદઘાટન કરીને ઉપસ્થિત યુવાનો-સાહસિકોને સંબોધન પણ કરશે. સ્ટાર્ટ અપ પોલીસી હેઠળ જૂદા જૂદા ૪૦થી વધુ પ્રોજેક્ટસનાં સ્ટોલની તેઓ મુલાકાત પણ લેશે. અંતે ગુજરાતનાં ટોચનાં ઉદ્યોગપતિઓ સાથે બપોરનું ભોજન કરશે.

અત્રે નોંધનીય છે કે, મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ આઈ-ક્રીએટ સંસ્થાની સ્થાપના કરી હતી. આ કાર્યક્રમ પતાવ્યા બાદ હેલીકોપ્ટર દ્વારા જ બન્ને વડાપ્રધાનો સાબરકાંઠાના વદરાડ ખાતેના સેન્ટર ઓફ એક્સેલન્સ વેજીટેબલ ખાતેની મુલાકાત માટે નીકળી જશે. આ કેન્દ્ર બન્ને દેશના કૃષિ ક્ષેત્રનાં પરસ્પર સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.

નેશનલ હોર્ટીકલ્ચર મિશન અને બાગાયત ખાતા દ્વારા રૂ. 12 કરોડનાં ખર્ચે બનેલા રાજ્યનાં આ સૌ પ્રથમ સેન્ટર ઓફ એક્સલેન્સ વેજીટેબલ 200 ચોરસમીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ કેન્દ્રમાં ઉચ્ચ ગુણવત્તાવાળા 50 લાખ ધરૂનું નિદર્શન કરાય છે. જે ધરૂ પ્રતિકૂળ વાતાવરણમાં ટકીને કિટકો – જંતુ સામે પ્રતિરોધક શક્તિ પણ ધરાવે છે.

ભવિષ્યમાં અહીં મધમાખી ઉછેર અને સેન્દ્રીય પાકોનું નિદર્શન કરાશે. અત્રે નોંધનીય છે કે ગુજરાતનું આ એક માત્ર સેન્ટર છે જ્યાં એક જ સ્થળ ઉપર આશરે ૨ હેકટર વિસ્તારમાં જૂદા જૂદા પ્રકારનાં 20 જેટલા રક્ષિત ખેતીનાં સ્ટ્રકચર આવેલા છે. બન્ને વડાપ્રધાનો સેન્ટર ખાતે કાયમી સ્મૃતિરૂપ એવા સ્તંભને ખુલ્લો મૂકશે. આ પ્રસંગે તેઓ પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ પણ કરશે.

Related posts

કંઈ એમ જ નથી મળ્યું વફાદારીનું બિરુદ, કુતરાએ પાસપોર્ટ ફાડી માલિકનો જીવ બચાવ્યો

Pravin Makwana

Budget 2020: મોદી સરકારનો મેગા પ્લાન, EPFO ના પેન્શનધારકોની તીજોરીમાં થશે આટલો રૂપિયાનો વધારો

Ankita Trada

બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારે એનઆરસીને લઇને ફરી સ્ટેન્ડ કર્યું ક્લિયર, જેડીયું નહીં આપે સાથ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!