GSTV
Home » News » ઇન્ડો-આસિયન સમિટનો આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે થશે પ્રારંભ

ઇન્ડો-આસિયન સમિટનો આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે થશે પ્રારંભ

આસિયનના 10 દેશો સાથે સમુદ્રી સુરક્ષા અને સહયોગ મુદ્દે આજે શિખર બેઠક દરમિયાન મહત્વની ચર્ચા યોજાશે. દક્ષિણ ચીન સાગરમાં ચીન દ્વારા આતરરાષ્ટ્રીય સમુદ્રી કાયદાનું ઉલ્લંઘન અને સમુદ્રી વિસ્તાર પર કબ્જાના મુદ્દે ભારત-આસિયાન વચ્ચે ઘણી મહત્વની ચર્ચા થશે.

આ મામલાનો ઉલ્લેખ બંને પક્ષો દ્વારા બહાર પાડવામાં આવનારા સંયુક્ત ઘોષણાપત્રમાં થશે. ભારત સમુદ્રી સુરક્ષા મુદ્દે આસિયાન દેશો સાથે સંબંધો સતત મજબૂત કરી રહ્યું છે. આ મુદ્દે 10 રાષ્ટ્રપ્રમુખોની સાથે પીએમ નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિભવનમાં યોજાનારી રિટ્રીટ દરમિયાન ચર્ચા કરશે.

ઇન્ડો-આસિયન સમિટનો પ્રારંભ બપોરે રાષ્ટ્રપતિ ભવન ખાતેથી થશે. જેમાં રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપ્રમુખો અને તેમની પત્નીઓ માટે રાજકીય ભોજનું આયોજન કર્યું છે.

રાષ્ટ્રપતિ ભવનમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપ્રમુખોની સાથે એક રિટ્રીટ આયોજીત કરશે. જેમાં સમુદ્રી સુરક્ષા અને સહયોગના મામલે વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવશે. તમામ રાષ્ટ્રપ્રમુખો મુગલ ગાર્ડનની મુલાકાત લેશે અને જ્યાં એક ગ્રુપ ફોટોનું પણ આયોજન થયું છે.

ગુરૂવારે સાંજે તાજ હોટેલ ખાતે ઇન્ડો-આસિયન સમિટનું અધિવેશન યોજાશે. જ્યાં તમામ નેતા સંયુક્ત મૂલ્યો અને સંયુક્ત ભવિષ્ય પર ભાષણ આપશે. 26 જાન્યુઆરીએ આસિયાન દેશોના રાષ્ટ્રપ્રમુખો પ્રજાસત્તાક પર્વની ઉજવણી સામે મુખ્ય મહેમાન તરીકે સામેલ થશે.

Related posts

અમદાવાદમાં ઝુંપડાવાસીઓ હાથમાં બેનરો સાથે રેલી યોજી દેખાવો કર્યા

Nilesh Jethva

પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતી અમૂલ્યા પર રાજદ્રોહનો કેસ દાખલ

Pravin Makwana

નમસ્તે ટ્રમ્પ અભિવાદન કાર્યક્રમમાં વિરમગામનું શરણાઈ ગ્રુપ સંગીત રેલાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!