GSTV

ઇન્ટરપોલે ભાગેડુ મેહુલ ચોક્સી વિશે આપ્યું આ મોટુ બયાન

Last Updated on July 18, 2019 by Alap Ramani

પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં સંડોવાયેલો મેહુલ ચોકસી અમેરિકામાંથી ફરાર થયો છે. જે અંગેની માહિતી  ઈન્ટરપોલે આપી છે. ઈન્ટરપોલના જણાવ્યા પ્રમાણે રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવે તે પહેલા  મેહુલ ચોકસી અમેરિકામાંથી ફરાર થઈ ગયો હતો.

ઈન્ટરપોલે એ પણ જણાવ્યુ કે, મેહુલ ચોકસી હાલામાં ક્યા છે તે અંગે કોઈ માહિતી નથી. પીએનબી કૌભાંડ મામલે નીરવ મોદી અને મેહુલ ચોકસી વિરૂદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. ભારતે અમેરિકા પાસે પ્રત્યાર્પણ સંધી 1999 હેઠળ મેહુલ ચોકસીના પ્રત્યાર્પણની માગ કરી હતી.

પરંતુ વોશિંગટનમાં આવેલા ઈન્ટપોલે જણાવ્યુ છે કે, મેહુલ ચોકસી અમેરિકામાં નથી. ઈન્ટરપોલના અહેવાલથી ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારત અત્યાર સુધી એવુ માની રહ્યુ હતુ કે, અમેરિકા સાથે કરવામાં આવેલી પ્રત્યાર્પણ સંધી બાદ મેહુલ ચોકસીને ભારત લાવવાનું આસાન બનશે.  પરંતુ મેહુલ ચોકસી રેડકોર્નર નોટિસ પહેલા અમેરિકામાંથી ફરાર થઈ ગયો હતો.

 

Related posts

SC-ST પ્રમોશનમાં અનામત આપવાના મુદ્દે સુપ્રીમ કોર્ટ સંભળાવશે નિર્ણય, જાણો શું છે સમગ્ર મામલો?

GSTV Web Desk

સંસોધન / કોરોનાનો ખાતમો કરવા વૈજ્ઞાનિકોનુ અનોખુ રિસર્ચ, શું ભાંગથી થઈ શકે છે નાબૂદ?

GSTV Web Desk

ઈતિહાસમાં પહેલી વાર ધરતી પરથી રવાના થયેલુ રોકેટ ચંદ્ર સાથે અથડાશે, ચંદ્રયાનને પણ થશે અસર

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!