આ 5 વાસ્તુ દોષ બને છે ઝગડાના કારણ, ક્યાંક તમારા ઘરમાં તો નથી ને?

જ્યોતિષમાં વાસ્તુનું વિશેષ મહત્વ હોય છે. વાસ્તુના ઉપાયથી અંગત જીવન અને પ્રોફેશનલ લાઇફમાં ફેલાયેલી તમામ પ્રકારની પરેશાનીઓને દૂર કરી શકાય છે. અમે તમને કેટલીક એવી ટિપ્સ વિશે જણાવીશું જેની મદદથી તમે આ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકો છો.

વાસ્તુ શાસ્ત્રમાં ઇશાન ખુણાનું વિશેષ મહત્વ હોય છે. આ દિશાને શુભ માનવામાં આવે છે. ઘરના ઇશાન ખૂણો અન્ય ખૂણા કરતાં ઉંચો ન હોવો જોઇએ. ઘરના આ હિસ્સામાં આ દોષ હોવાથી પિતા-પુત્ર વચ્ચેનું અંતર વધે છે.

ઘરના ઉત્તર પૂર્વીય ખૂણામાં સ્ટોર રૂમ ન હોવો જોઇએ. તેનાથી પણ ઘરના સભ્યો વચ્ચે ઝગડા થતાં રહે છે.

વાસ્તુ અનુસાર ઉત્તર પૂર્વીય દિશામાં રસોડુ અથવા શૌચાલય હોવાથી ઘરના સભ્યો વચ્ચે મનદુખ રહે છે. આ પરેશાનીને દૂર કરવા માટે ઘરના ઉત્તર પૂર્વીય દિશામાં રસોડુ અથવા શૌચાલય ન હોવું જોઇએ.

ઇશાન ખૂણામાં વીજળીના ઉપકરણો રાખવાથી પિતા-પુત્ર વચ્ચે ખટપટ ચાલ્યા કરે છે. ઘરની ઉત્તર પૂર્વીય દિશામાં આવી વસ્તુઓ ન રાખવી જોઇએ.

વાસ્તુ અનુસાર ઘરની ઉત્તર-પૂર્વીય દિશામાં કચરાપેટી ન રાખવી જોઇએ. તેનાથી ઘરના સભ્યો વચ્ચે મનદુખ થતું રહે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter