આ શાક જ નહી પરંતુ તેની છાલ પણ છે ગુણકારક, અનેક બિમારીઓ રાખશે દૂર

શાક સ્વાસ્થ માટે સારા એ તો બધા જાણીએ છીએ પણ ઘમઆં શાકભાજી એવાં હોય છે કે એમની છાલ પણ એટલી જ ગુણકારી હોય છે. જો કે માહિતી ના હોવાથી ઘણાં લોકો એ છાલને નકામી ગણીને ફેંકી દે છે. આજે આપણે અહીં એવા શાકભાજી વિશે વાત કરીશું જેની છાલમાં ઘણાં રોગોને મટાડવાની તાકાત છે.

–  બટાટાની છાલને ફેંકતા પહેલા જાણી લો કે તેમાંથી મળતાં ફાઈબર તંદુરસ્તી માટે સારા હોય છે. તેના સેવનથી કબજિયાતની સાથે જ હૃદયરોગને પણ મટી શકે છે.

– વટાણાની છાલને ખાવાથી કબજિયાત મટે છે.

– ખીરા- કાકડી સ્વાસ્થપ્રદ હોય છે. જો તેને છાલ સાથે ખાવામાં આવે તો તે વધારે ગુણ કરે છે.

– શલગમ (એક કંદ)ના છાલ ખાવાથી પેટની તકલીફો મટે છે. જે લોકોને હરસનો રોગ તેમને પણ શલગમની છાલ ખાવાથી બહુ જ લાભ થાય છે. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter