આ વસ્તુઓ ખાલી સુંઘવાથી ઘટવા લાગશે વજન, ટ્રાય કરી જુઓ

જેટલી સરળતાથી અને ઝડપથી વજન વધી જાય છે તેટલું જ મુશ્કેલ છે વધેલા વજનને ઘટાડવું. વજન ઘટાડવા માટે ડાયટ, જિમ, યોગ કરીને લોકો ખૂબ મહેનત કરે છે.મનપસંદ વસ્તુઓનું સેવન કરવાનું પણ લોકો ટાળે છે કે તેમનું વજન ઘટે. પરંતુ આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવશું કે જે વસ્તુઓ ખાવાથી નહીં પરંતુ સુંધવાથી વજન ઘટે છે. જી હાં આશ્ચર્ય જરૂર થશે પરંતુ ખરેખર એવી વસ્તુઓ છે જેની સુગંધ શરીરના મેદને ઘટાડી શકે છે. આ વાત એક સર્વેમાં પણ સ્પષ્ટ થઈ છે.

લસણ

2012માં પ્રકાશિત થયેલા એક સર્વે અનુસાર જો ભોજનમાંથી તીવ્ર ગંધ આવતી હોય તો તમે ભોજનના નાના ટુકડા જ ખાશો. મસાલેદાર, સ્ટ્રોંગ ફ્લેવર અને સુગંધવાળા ભોજનથી વજન ચોક્કસથી ઘટે છે. આ વાતનો પુરાવો મરચું છે. મરચું ખાવાથી કેલોરી બળે છે અને વજન પણ ઘટે છે. 

મોસંબી અથવા ચકોતરું

ઓસાકા યૂનિવર્સિટીના શોધકર્તાઓ અનુસાર મોસંબી અને ચકોતરું ફળની સુગંધથી ભૂખ અને વજન ઘટે છે. આ રીસર્ચ તેમણે ઉંદર પર કરી હતી તેમણે જાણ્યું કે ઉંદરને જ્યારે આ બંને ફળ સુંઘાડવામાં આવ્યા તો તેમના વજનમાં પણ ઘટાડો નોંધાયો હતો. આમ થવાનું કારણ છે કે આ ફળની સુગંધ લિવર એન્જાઈમ્સને ઈંટરેક્ટ કરે છે. આ ફળ ખાતાં પહેલા તેની સુગંધ લેવાથી વજન ઘટવાની પ્રક્રિયા તેજ થઈ જાય છે. 

વરિયાળીનો છોડ

વેસ્ટ કોસ્ટ ઈંસ્ટિટ્યૂટ તરફથી કરવામાં આવેલી રિસર્ચ અનુસાર વરિયાળીનો તાજો છોડ પણ ભૂખ ઘટાડવામાં મદદ કરે છે.

કેળું અને લીલા સફરજન

સ્મેલ એન્ડ ટેસ્ટ ટ્રીટમેન્ટ એન્ડ રિસર્ચ ફાઉંડેશનની એક સ્ટડી અનુસાર ઓવરવેટ લોકો જ્યારે આ બંને ફળ સૂંઘે છે તો તેમના વજનમાં વધારે ઘટાડો નોંધાયો એવા લોકોની સરખામણીમાં જેમણે આ ફળ સુંધ્યા વિના તેને ખાધા હતા. આ સ્ટડી અનુસાર ન્યૂટ્રલ સ્વીટ સ્મેલ ભૂખ પર કંટ્રોલ કરી શકે છે. આ બંને ફળની સુગંધ ન પસંદ હોય તે વેનીલાને પણ સુંઘી શકે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter