આ રીતે ઝટપટ થાઓ તૈયાર, ઓફિસ જવામાં ક્યારેય નહીં થાય લેટ

જે મહિલાઓ નોકરી કે અન્ય કામ કરતી હોય છે તેના માટે સવારનો સમય દોડધામ ભરેલો હોય છે. તેવામાં બહાર જવા માટે તૈયાર થવામાં વધારે સમય ખર્ચાઈ જતો હોય છે. એક સર્વેક્ષણ અનુસાર મહિલાઓ પોતાના દેખાવ અને તૈયાર થવા પાછળ અંદાડે 55 મિનિટનો સમય ખર્ચે છે. પરંતુ સવારનો સમય ભારે દોડધામ ભરેલો હોય છે તેથી અહીં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે જેને ફોલો કરવાથી સમયની બચત પણ થશે અને તૈયાર પણ સારી રીતે થઈ શકાશે. 

1. શાવર લીધા પછી માઈક્રોફાઈબર ટોવેલનો ઉપયોગ વાળ સુકાવવા માટે કરવો. આ ટુવાલ ઝડપથી પાણી સુકાવામાં મદદ કરશે. 

2. બીબી ક્રીમનો ઉપયોગ કરવો. એસપીએફ યુક્ત ક્રીમ તમારી ત્વચાને કોમળ બનાવશે અને તડકાથી થતા નુકસાનથી પણ બચાવશે. 

3. ડ્રાય શેમ્પૂ, નેલ પેન્ટ રીટચિંગ જેવા ક્વિક ફિક્સ વિકલ્પો શોધી રાખવા. 

4. સવારના બધા જ કામ પૂરાં કર્યા પછી જ મેકઅપ કરવાની શરૂઆત કરવી. મેકઅપ કરવામાં ઉતાવળ કે ભાગદોડ કરવી તેને ખરાબ કરી શકે છે. 

5. હેરકટને યોગ્ય રાખવી જેથી રોજ સવારે સમય બચી જશે. મોટાભાગનો સમય વાળ સેટ કરવા પાછળ ખર્ચાઈ જતો હોય છે. તેથી હેરકટ વિશે હેરસ્ટાઈલિસ્ટ સાથે ચર્ચા કરી લેવી અને તેને મેન્ટેન કરવી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter