આ બાળકે 8 વર્ષની ઉંમરે પ્રાપ્ત કરી સિદ્ધિ, અનેક વિક્રમો પોતાના નામે સ્થાપ્યા

ઈરાદા દ્રઢ હોય તો સફળતા કોઈ પણ ઉંમરે પ્રાપ્ત થઇ શકે છે. સામાન્ય રીતે 8 વર્ષની ઉંમર બાળકોની રમવાની-ખાવાની હોય છે, પરંતુ ઘણી વખત આ જ ઉંમરના બાળકો પણ નવા પરાક્રમ સર્જી નાખે છે. આવી કમાલ હૈદ્રાબાદના 8 વર્ષીય સોમન્યુ પોથુરાજે કરી છે, જેણે ખૂબ નાની ઉંમરમાં પોતાના નામે કેટલાંક ખિતાબ કરી લીધા છે. અત્યાર સુધી 4 પહાડોના શિખર પર ફતેહ પ્રાપ્ત કરનારા સોમન્યુ હવે ઓસ્ટ્રેલિયાના સૌથી ઉંચા શિખર માઉન્ટ
 highest mountain કોસિઉસજ્કો પર ચઢાણનો નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

સોમન્યુએ 12 ડિસેમ્બરે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તેઓ પોતાની માતા લવન્યા અને બહેલ સહિત 5 લોકોની ટીમ સાથે આ અભિયાન પર નિકળ્યો હતો. પોતાના નામે આ રેકોર્ડ બનાવ્યા બાદ ઉત્સાહિત સોમન્યુએ કહ્યું, ‘અત્યાર સુધી મેં ચાર પહાડો પર ચઢાણ કર્યુ છે. હવે મારી યોજના જાનમાં માઉન્ટ ફૂજી પર ચડવાની છે.’ શિખર સાથે અત્યંત લગાવ રાખનારા સોમન્યુએ કહ્યું કે તેઓ મોટા થઇને ભારતીય વાયુસેનામાં સામેલ થવા ઈચ્છે છે.

સોમન્યુએ ચાલુ વર્ષે એપ્રિલમાં તંજાનિયામાં માઉન્ટ કિલિમંજારો ટોચ પર પહોંચવામાં સફળતા મેળવી હતી, જે આફ્રિકાનું સૌથી ઉંચો પહાડ છે. દરિયાથી 5895 મીટરની ઉંચાઈ પર સ્થિત આ પહાડ પર સોમન્યુએ 2 એપ્રિલે તિરંગો ફરકાવ્યો હતો ત્યારે પણ તેની સાથે તેની માતા અને કોચ હાજર હતાં.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter