આ ફળોની છાલ નિખારશે તમારી ત્વચા, ઘરે આ રીતે બનાવો ફેસપેક

કહેવાય છે ને કે ફળના ગુણકારી તત્વ તેની છાલમાં પણ હોય છે. મોટાભાગના ફળ છાલ સાથે ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે લોકો ફળની છાલને ફેંકી દેતા હોય છે. જો કે આજ પછી તમે આવું નહીં કરો. કારણ કે આજે તમને ફળની છાલમાંથી બનતા ખાસ ફેસપેક વિશે જાણકારી મળશે. આ ફળની છાલનો ઉપયોગ કરી તમે તમારી સુંદરતા પર ચાર ચાંદ લગાવી શકો છો. 

સંતરા, કેળા અને તરબૂચની છાલમાં રહેલા પોષકતત્વો તમારી ત્વચા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ છાલનો ઉપયોગ કરી અને તમે ત્વચાની સુંદરતા વધારી શકો છો. તો ચાલો જાણી લો કયા ફળની છાલનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

સંતરાની છાલનો ઉપયોગ

સંતરાની છાલમાં નેચરલ બ્લીચ હોય છે. સંતરાની છાલને તડકામાં સુકાવી અને તેને ઝીણી પીસી લેવી જોઈએ. આ પાવડરમાં થોડી મલાઈ ઉમેરી અને તેની પેસ્ટ બનાવો અને તેને ચહેરા તેમજ ગરદન પર લગાવો. આ ફેસપેકને 10 મિનિટ સુધી લગાવી રાખવી અને પછી પાણીથી સાફ કરી લેવી. આ પેસ્ટ ત્વચા પરના ડાઘ અને ધબ્બા દૂર કરી દેશે. 

કેળાની છાલ

કેળાની છાલમાં ઈંડાની જરદી ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી અને તેને ચહેરા તેમજ ગરદન પર લગાવો. આ પેસ્ટને 5 મિનિટ લગાવી રાખવી અને પછી ચહેરાને હુંફાળા પાણીથી સાફ કરી લેવો. ત્વચા પરની કરચલીઓ આ પેસ્ટથી દૂર થઈ જાય છે.

તરબૂચની છાલ

તરબૂચની છાલનો ઉપયોગ કરી દાદર, એક્જિમા જેવી તકલીફ પણ દૂર કરી શકાય છે. તરબૂચની છાલને તડકામાં સુકાવી દેવી અને પછી તેને બાળી અને તેની રાખ તૈયાર કરવી. આ રાખમાં સરસવનું તેલ ઉમેરી અને તેને ત્વચા પર લગાવો. ત્વચાનો રંગ નિખરશે અને સાથે જ ત્વચાની સમસ્યાઓ પણ દૂર થાશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter