આ નુસખાઓ અપનાવી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારો

ઇમ્યુનિટી એટલે કે શરીરની રોગ સામે લડવામાં કરવાની ક્ષમતા જેકેટલીક વખત કોઈ કારણોસર ઘટી જય છે જેમકે કોઈ વ્યક્તિનું ભોજન સંતુલિત ના હોય, કોઈનું વજન ઓછુંહોય, સ્વછતાનું પ્રમાણ ન જળવાતું હોય તો એવા સમયે તમારા શરીરનીરોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે. શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધારવા માટે વયઅને કદના આધારે બરાબર વજન મેળવવા માટે તંદુરસ્ત ખોરાક લેવો જરૂરી છે.રોગોપ્રતિકારક શક્તિ વધારવા માટે નીચેના ૬ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા છે.

૧- પ્રોસેસ્ડ અને બેકરી પ્રોડક્ટ્સ ન ખાવ, કારણ કે આવા ઉત્પાદનો નવી કોશિકાઓનું નિર્માણ કરવા દેતા નથી. તેનાથી ફેટ વધે છે. ફ્રિજમાં રાખેલો ખોરાક વધુ પ્રમાણમાં ઉપયોગમાં ન લેવો. કારણ કે તેનાથી ઈન્જેક્શનનું જોખમ પણ રહેતું હોય છે.

૨- ડાયેટમાં ૬૦-૭૦ ટકા કાર્બોહાઈડ્રેટ, ૧૫-૨૦ ટકા પ્રોટિન અને બાકીના સારી ગુણવત્તાયુક્ત ચરબી હોવી જોઈએ. ત્રણથી ચાર વખત કોઈ એક ફળ ડાયેટમાં લેવું જોઇયે. 

૩- દહીં, પાંદડાવાળા શાકભાજી,સૂકો મેવો, શેકેલા નાસ્તા, ઉકાળેલા ખોરાક, સૂકવેલા મસાલાનો અને તાજા મોસમી ફળનું પુષ્કળ પ્રમાણમા સેવન કરવું જોઈએ. સૂર્યમુખી તેમજ તેવા અન્ય ફળોના બીજ પણ આરોગ્ય માટે સારા છે.

૪- રોગપ્રતિકારકશક્તિ  વધારવા માટે કોઈ પણ સુપરફૂડ્સ અપનાવી શકાય છે. જે આસાનીથી ઘરે ઉપલબ્ધ છે. જેમ કે સાઇટ્રસ ફળો, લાલ બેલ પેપર્સ, જે વિટામિન સી અને બીટા કેરોટિનથી સમૃદ્ધ છે.

૫- લસણ, આદુ, ફૂલગોબી, સ્પિનચ, દહીં, બદામ, કિવિ, પપૈયા, સૂર્યમુખીના બીજ, લીલી ચા, હળદર વગેરે  રોગપ્રતિકારકશક્તિ વધારવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારવામાં વિટામિન્સ  વિટામીન સી, ઇ કેરોટિનોઇડ, સેલેનિયમ, ઓમેગા ફેટી એસિડ્સ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

૬- પોષણ સાથે સ્વસ્થ જીવનશૈલી અત્યંત મહત્વની છે, જે રોગપ્રતિકારક ક્ષમતાના સ્તરને જાળવવામાં મદદ કરે છે. તેના માટે ખોરાકમાં યોગ્ય ફળો અને શાકભાજી શામેલ કરો. દરરોજ કામ કરો અને ૮ કલાક ઊંઘ મેળવો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter