આ નાની નાની આદતો અપનાવવાથી દિવસભર તાજગી અનુભવશે ગૃહિણીઓ

આજની ઝડપી જીવનશૈલીમાં લોકોની દિનચર્યા સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ગૃહિણીઓ તેમના આહાર પર ધ્યાન આપતી નથી. ઘણી ગૃહિણીઓ સાથેની વાતચીતમાં એવું જાણવા મળ્યું હતું કે તેઓ સવારના વહેલા જાગી તો જાય છે પણ ઉઠ્યા બાદના કેટલાંક કલાકો સુધી ખાલી પેટ સતત કામ કરે છે. આ સ્થિતિ તેમના આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે. નિષ્ણાતો જણાવે છે કે સવારે ઉઠ્યા ના એક કલાકની અંદર કાંઇક ખાવુ અનિવાર્ય છે.

હંમેશા સવારના નાસ્તાની આદત રાખો :

    દરરોજ સવારે સમયસર નાસ્તો કરી જ લેવો જોઈએ. સવારના નાસ્તામાં કોઈ પણ અનાજની બનેલી વાનગી ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. સવારના નાસ્તામાં ચા અથવા કોફીનું સેવન ટાળવું જોઈએ. સવારના નાસ્તામાં ખાસ કરીને તાજો નાસ્તો કરવો જોઈએ. જેમકે, પૌઆ,ઉપમા વગેરે જેવી વાનગીઓ નાસ્તામાં આરોગવી જોઈએ.

સોડિયમ અને પોટેશિયમની માત્રાને સંતુલિત રાખે છે ફળ :

   ગૃહિણીઓ ને ઘરની સંભાળ રાખવામાં અને કામકાજમાં સવારનો ખાસ્સો સમય પસાર થઇ જાય છે. આવા કિસ્સામાં, શક્ય હોય તો દિવસભરમાં એકથી બે ફળો ખાવાની આદત રાખવી. તેનાથી  ત્વચામાં નિખાર આવશે સાથે સાથે શરીરમાં સોડિયમ અને પોટેશિયમની માત્રા પણ સંતુલિત રહેશે. તે શરીરને ઊર્જા પુરી પાડે છે. આ સિવાય દિવસ દરમિયાન એકવાર લીંબુ પાણીનું સેવન પણ કરવું જોઈએ.

નિયત માત્રામાં પાણી પીવું :

    ગૃહિણીઓ ને દિવસ દરમિયાન ૩ લીટર જેટલું પાણી પીવું જ જોઈએ. સાથે જ એ બાબતનો ખ્યાલ પણ રાખવો કે વધુ પ્રમાણમાં પાણી પણ આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. વધારે પડતું ઠંડુ પાણી ન પીવું જોઈએ.

બરાબર ઊંઘ લેવી :

       રાતની ઊંઘ બધા માટે ખૂબ જ આવશ્યક છે, પરંતુ ગૃહિણીઓને દિવસ દરમિયાન પણ લગભગ એક કલાક આરામ કરવો આવશ્યક છે. દિવસમાં એક કલાક આરામ કરવાથી તમારા શરીરને તેમજ તમારા મનને આરામ મળે છે આ સૂચનો અપનાવીને, ગૃહિણીઓ સ્વયંસ્ફુરિત અને સ્વસ્થ જીવન મેળવી શકે છે.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter