GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

આ દેશના રસ્તે ચાલી રહી છે નેપાળી સેના, કોર્પોરેટ આર્મી બનાવવાનો દેશમાં જ થઈ રહ્યો છે ભારે વિરોધ

ચીન અને પાકિસ્તાનની સાથે દોસ્તી વધારી રહ્યું નેપાળની સેના પણ હવે પાકિસ્તાનની સેનાના રસ્તા ઉપર ચાલતી નજરે દેખાઈ રહી છે. નેપાળની સેના પાકિસ્તાનની સેનાની જેમ બિઝનેસ કરવા માંગે છે. નેપાળી સેના એવા બિઝનેશમાં રોકાણ કરવા માગે છે જેમાં તેને કમાણી વધારે મળે. નેપાળી સેનાને કોર્પોરેટ આર્મી બનાવાનો દેશની અંદર જ ભારે વિરોધ શરૂ થઈ ચુક્યો છે.

કલ્યાણકારી ફંડને વિવિધ બિઝનેશમાં રોકાણ કરવા માંગી કાયદાકીય સલાહ

એક રિપોર્ટ પ્રમાણે નેશનલ ડિફેન્સ ફોર્સે એક બિલ રજૂ કર્યું છે જેનાથી નેપાળી આર્મી એક્ટમાં બદલાવી શકાય. નેપાળી સેનાએ પોતાના કલ્યાણકારી ફંડને વિવિધ બિઝનેશની અંદર પ્રમોટરના રૂપમાં રોકાણ કરવા માટે કાયદાકીય સલાહ માંગી છે. તેના માટે પાછલા વર્ષે નેપાળી સેનાએ પોતાનું જોર લગાવ્યું હતું. નેપાળી સેનાના કાયદાકીય મામલાના પ્રભારી રંત પ્રકાશ થાપાએ કહ્યું કે તેને આશા છે કે ડ્રાફ્ટ બિલને સાંસદની સ્વિકૃતિ મળે તે પહેલા સરકાર પોતાની સહમતી આપે. નેપાળના વર્તમાન કાયદાઓ અનુસાર સેનાને ઉદ્યોગો, કંપનીઓ અને વિવિધ પરિયોજનાઓ જેવી કે આધારભૂત ભાગ ઉપર રોકાણ કરવા ઉપર મનાઈ છે. સુરક્ષા વિશેષજ્ઞોનું કહેવું છે કે નેપાળી સેના રાષ્ટ્રીય સુરક્ષા, ગુપ્તચર સુચનાઓ ભેગી કરવા જેવા કામોની જગ્યાએ બિઝનેશ કરવામાં વધારે રસ દાખવી રહી છે.

સેના વેલફેયર ફંડમાં એક વર્ષમાં જ 7.29 અરબ રૂપિયાની વૃદ્ધિ

નેપાળી રક્ષા વિશેષજ્ઞ ગેજા શર્મા વાગલેએ કહ્યું કે, તે ઘણી ચિંતાજનક સંકેત છે. જેટલુ વધારે સેના અને ગેરમિલિટ્રી ગતિવિધિઓમાં શામિલ થશો તેટલુ વધારે મુળભૂત રૂપે કમજોર થશે. નેપાળમાં માઓવાદી હિંસા દરમયાન નેપાળી સેના રસ્તા બનાવવા જેવી ગતિવિધિઓમાં સામેલ હતી. પરંતુ જ્યારે હિંસા પૂર્ણ થઈ ગઈ છે ત્યારે પણ તે આ કામમાં સામેલ છે. નેપાળી સેના આ સમયે ગેસ સ્ટેશન, સ્કુલ, મેડિકલ કોલેજ અને પાણીની બોટલ વેચી રહી છે.

નેપાળી સેનાનો કારોબાર

નેપાળી સેનાને કાઠમાંડુ-તરાઈ એક્સપ્રેસવેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે જેની આલોચના થઈ રહી છે. ત્યારે નેપાળી સેનાએ દાવો કર્યો છે કે જે પરિયોજનાઓમાં તે સામેલ છે તે કામર્શલ વેંચર છે. તેણે એ પણ કહ્યું કે, તે આ બધુ વેલફેયર ફંડ માટે કરી રહી છે. નેપાળી સેનાના વેલફેયર ફંડને 1975ના રોજ બનાવવામાં આવ્યું હતું અને તેના વિવિધ ખાતાઓમાં અત્યારે 45.86 અરબ રૂપિયા જમા છે. તે સિવાય તેણે 5.74 અરબ રૂપિયાનું રોકાણ કરી રાખ્યું છે. નેપાળી સેનાના વેલફેયર ફંડમાં પાછલા વર્ષમાં એક વર્ષમાં જ 7.29 અરબ રૂપિયાની વૃદ્ધિ થઈ છે.

પાક સેના 50થી વધારે કારોબાર અને હાઉસીંગ પ્રોપર્ટીઝની છે માલિક

પાકિસ્તાન સેના કેટલી પ્રભાવશાળી છે તેની વાત કોઈનાથી છુપાયેલી નથી. કહેવામાં આવી રહ્યું છે ત્યાં સત્તામાં ક્યાં નેતા અને પાર્ટી આવશે તેનો નિર્ણય પણ પાકિસ્તાની આર્મી કરે છે. પાકિસ્તાની સેનાએ ઉદ્યોગનું એક મોટુ સામ્રાજ્ય ઉભુ કરી લીધું છે. પાકિસ્તાની સેના પોતાના અલગ અલગ કર્મશલ સંગઠનો દ્વારા ચલાવવામાં આવી રહેલા 50થી વધારે કારોબાર અને હાઉસીંગ પ્રોપર્ટીઝની માલિક છે. તો સેના ફોજી ફાઉન્ડેશન, શાહીન ફાઉન્ડેશન, બહરીયા ફાઉન્ડેશન, આર્મી વેલફેયર ટ્રસ્ટ અને ડિફેન્સ હાઉસીંગ એથોરીટી દ્વારા પોતાના બિઝનેશનું સામ્રાજ્ય ચલાવે છે.

પાકિસ્તાની સેનાનો કારોબાર

2016માં સેના દ્વારા કરવામાં આવેલા કારોબારની વેલ્યુ 20 બિલીયન ડોલર (1400 અરબ ભારતીય રૂપિયા)ની આસપાસ હતી. જે માત્ર ત્રણ વર્ષમાં જ વધીને લગભગ 100 બિલીયન ડોલર (લગભગ 7000 અરબ રૂપિયા) છે. સેના તરફથી ચલાવવામાં આવી રહેલા બિઝનેશ સરકારી કંપનીઓથી કોઈપણ પ્રકારની જવાબદારીમાંથી મુક્ત છે અને તેને ત્યાના રક્ષા બજેટથી કોઈ લેવા દેવા નથી. પાક સેના પ્રમુખ કારોબારોમાં બેંકીગ, ફુડ, રીટેલ, સિમેન્ટ, રીયલ એસ્ટેટ, હાઉસીંગ કન્સ્ટ્રક્શન, ઈન્શ્યોરન્સ અને ખાનગી સિક્યુરીટી સર્વિસ છે. નેપાળની સેના પણ આ જ રસ્તા ઉપર આગળ વધતી નજરે પડે છે.

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

સેના પ્રમુખે ફીલ્ડ કમાન્ડરોને કોઇ પણ સ્થિતિના મુકાબલા માટે તૈયાર રહેવા આપ્યો નિર્દેશ

Nilesh Jethva

સેના પ્રમુખનો આદેશ: ચીનનો ઘેરાવ કરવા ભારતીય સેના કોઈ પણ પરિસ્થિતી માટે તૈયાર, લડવા માટે રહો સજાગ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!