આ ડાયટ દ્વારા ૭ દિવસમાં ઘટાડો ૭ કિલો વજન…

આજકાલ લોકોમાં સૌથીવધારે ક્રેઝ હોય તો તે વજન ઘટાડવાનો છે. ઘણા લોકો એવા છે જે વધારે મહેનત કર્યાવિના વજન ઘટાડવા માગે છે. જો તમે પણ એમાના એક હોવ તો આ  ડાયટ ફોલો કરો. ડાયટથી ૭ દિવસમાં ૫-૭ કિલો વજન ઘટાડી શકાશે. આ ડાયટમાં ૭ દિવસ સુધી અલગ-અલગફૂડ ગ્રુપમાંથી ખાવાની સલાહ આપવામાં આવે છે અને આ ડાયટથી વજન ઘટે છે તેવો દાવો પણકરાયો છે.

              આ ડાયટ ફોલો કરીને તમે વજન ઘટાડી શકો છો સાથે જ સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. આ ડાયટથી તમારી પાચનક્રિયા વ્યવસ્થિત રહે છે, શરીર ડિટોક્સ થાય છે એટલે કે શરીરમાંથી હાનિકારક તત્વો દૂર થાય છે. ફેટ બર્ન કરવાની ક્ષમતા પણ વધે છે. જે લોકો ડાયટ ફોલો કર્યું છે તેમને પરિણામ તો મળ્યું છે. કારણકે આ ડાયટમાં ફળ અને શાકભાજીનો સમાવેશ થાય છે. આમાં કેલરી પણ ઓછી હોય છે. સારા પરિણામ માટે ૫ થી ૭ દિવસના ગેપ બાદ આ ડાયટને તમે ફરીવાર ફોલો કરી શકો છો.

પહેલો દિવસ: કેળા સિવાયનું કોઈપણ ફળ. આ ફળ તમે જેટલી વાર ઈચ્છા થાય તેટલી વાર ખાઈ શકો છો. આ દરમિયાન તરબૂચ ખાવાની સલાહ આપવામાં આવે છે કારણકે તેમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે. અને તરબૂચ વજન ઘટાડવામાં મદદ કરે છે.

બીજો દિવસ: કોઈપણ શાક દિવસમાં જેટલી વખત મન થાય તેટલી વખત બાફેલું કે કાચું ખાઈ શકો છો. ઈચ્છો તો બ્રેકફાસ્ટમાં મીડિયમ સાઈઝના ૧ બટાકાને ૧ ચમચી લો-ફેટ માખણ સાથે ખાઈ શકો છો.

ત્રીજો દિવસ: કેળા અને બટાકા સિવાય કોઈપણ ફ્રૂટ કે શાક દિવસ દરમિયાન બાફીને કે કાચું ખાઈ શકાય છે.

ચોથો દિવસ: ચોથા દિવસે તમારે માત્ર દૂધ અને કેળા ખાવાના છે. દિવસમાં ૬-૮ મોટા કેળા અને ૩ ગ્લાસ સ્કીમ્ડ મિલ્ક પી શકો છો.

પાંચમો દિવસ: શાકાહારી હોવ તો બ્રાઉન રાઈસ કે પનીર ખાઈ શકો છો. માંસાહારી હોવ તો ૨૮૦ ગ્રામ ચિકન કે ફિશને ૬ મોટા-મોટા ટામેટાં સાથે ખાવા. પાણી પીવાની ક્ષમતા વધારો.

છઠ્ઠો દિવસ: આ દિવસે તમે ઈચ્છો તેટલું શાક ખાઈ શકો છો. ખાસ કરીને પાલક ખાવું પણ બટાકાં ન ખાવા. શાકાહારી વ્યક્તિઓ બ્રાઉન રાઈસ અને પનીર જ્યારે માંસાહારીઓ ચિકન કે ફિશ ખાઈ શકે છે. આ દિવસે પણ ખૂબ પાણી પીઓ.

સાતમો દિવસ: બ્રાઉન રાઈસ અથવા એક રોટલી, ફ્રૂટ જ્યૂસ, ફળ અને શાક આખો દિવસ ખાઈ શકો છો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter