GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

આ આતંકવાદી ફફડી જતાં પીએમ મોદી પર ઢોળ્યો દોષનો ટોપલો, કહ્યું ચૂંટણી છે કારણ

masood azhar news

પુલવામા હુમલા અંગે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેજ મુશર્રફે કહ્યુ કે,  હુમલા અંગેની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ એ મહંમદે લીધી છે. પરંતુ હુમલા મામલે પાકિસ્તાન અને ઈમરાન ખાનની સરકાર પર આરોપ લગાવવા અયોગ્ય છે. લશ્કર અને જૈશ જેવા સંગઠન 1991થી કાર્યરત છે. આ તમામ સંગઠન પર પાકિસ્તાન સરકારનું કોઈપણ પ્રકારનું નિયંત્રણ નથી. ભારત ખરેખર આતંકવાદ જેવી ઘટનાને અટકાવવા માગતુ હોય જમ્મુ કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

ભારત હુમલો કરશે તો પાકિસ્તાન પણ વળતો જવાબ આપશે

મુશર્રફે ઈમરાન ખાનના વખાણ કરતા જણાવ્યુ કે, ઈમરાન ખાન પાકિસ્તાનના સૌથી વધારે સ્વતંત્ર વડાપ્રધાન છે. જેથી ભારતે ઈમરાન ખાનની વાતને સાંભળવી જોઈએ.. અને ભારતમાં જે બદલાની ગુંજ સાંભળવામાં આવી રહી છે. તેને બંધ કરવી જોઈએ. મુશર્રફે પણ ઈમરાન ખાનની જેમ શેખી મારતા કહ્યુ કે, પાકિસ્તાન  ભૂતાન જેવો નાનો દેશ નથી કે, ભારત ઘુસણખોરી કરીને હુમલો કરે. ભારત હુમલો કરશે તો પાકિસ્તાન પણ વળતો જવાબ આપશે.

પુલાવામા હુમલા જૈશની કોઈ ભૂમિકા  નથી

જમ્મુ કાશ્મીરમાં પુલવામા હુમલાની જવાબદારી લેવનાર જૈશના પ્રમુખ  મસૂદ અઝહરે ફરીવાર એક ઓડિયો ક્લિપ જાહેર કરી છે. આ ઓડિયો ક્લિપમાં મસૂદ હુમલા અંગે પ્રતિક્રિયા આપી રહ્યો છે. મસૂદે કહ્યુ કે, પુલાવામા હુમલા જૈશની કોઈ ભૂમિકા  નથી અને હું ક્યારેય આદિલ અહમદ ડારને મળ્યો નથી.  આ ઉપરાંત તેણે પાકિસ્તાન સરકાર અને મીડિયાને ડરપોક પણ ગણાવ્યા. ઓડિયો ક્લિપમાં તેણે કહ્યુ કે, ચીન હમેશા પાકિસ્તાનનું સમર્થક રહ્યુ છે. જેથી પાકિસ્તાનને ડરવાની કોઈ જરૂર નથી. ભારતમાં ચૂંટણી આવી રહી છે અને વડાપ્રધાન  નરેન્દ્ર  મોદી ભારતમાં  નિષ્ફળ ગયા છે. મસૂદે પાકિસ્તાનને અપીલ કરી કે, સરકારે ભારતના દબાણમાં આવવાની જરૂર નથી.  મહત્વપૂર્ણ છે કે, અમેરિકા, ફ્રાંસ અને રશિયા જેવા દેશો મસૂદ અઝહર પર પ્રતિબંધ મુકવાની તૈયારી કરી રહ્યા  છે. જેથી મસૂદ અઝહર ફફડ્યો છે.

Related posts

દેશના આ રૂટ પર ચાલશે પ્રાઈવેટ ટ્રેન, કન્ફર્મ જ મળશે ટીકિટ અને આ રહેશે નિયમો

Mansi Patel

NEET, JEE પરીક્ષા ફરીથી સ્થગિત થવાની સંભાવના! ભલામણો બાદ થઈ શકે છે મોટી જાહેરાત

Ankita Trada

ટ્રેડવોર: કોર્પોરેટ લીડર્સનો બેઈજિંગ પરનો વિશ્વાસ હવે ઘટ્યો, અબજોમાં પડશે ભારત વિવાદ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!