GSTV
World ટોપ સ્ટોરી

આસિયાન સમિટ: ટ્રમ્પ અને મોદી વચ્ચે આજે દ્વિપક્ષીય મંત્રણા યોજાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી આસિયાન સમિટ અને 12મી ઇસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા માટે ફિલિપિન્સના પ્રવાસે છે.

ટ્રમ્પ અને મોદી વચ્ચે સોમવારે દ્વિપક્ષીય મંત્રણા નક્કી છે. બંને દેશો વચ્ચે આ સમયે પ્રાસંગિક ભારત-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા અંગે ચર્ચા થઇ શકે છે. અમેરિકા આ ક્ષેત્રમાં ભારતની મહત્વની ભૂમિકા પર ભાર આપી રહ્યું છે. જાપાનના વડાપ્રધાન શિન્જો અાબે, ચીનના વડાપ્રધાન લી કેકિયાંગ અને રશિયાના વડાપ્રધાન દિમિત્રી મેદ્વેદેવ સાથે પણ મોદીએ મુલાકાત કરી હતી. આ નેતા આસિયાનના 31મા શિખર સંમેલન માટે ભેગા થયા છે.

રવિવારે તેમણે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પ્રાસંગીક મુલાકાત કરી. આ દરમિયાન વડાપ્રધાન મોદી અન્ય દેશોના પ્રમુખોને પણ મળ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંદરમી આસિયાન સમિટ અને બારમી ઈસ્ટ એશિયા સમિટમાં ભાગ લેવા માટે રવિવારે મનીલાની ત્રણ દિવસીય મુલાકાત માટે પહોંચ્યા. ફિલિપિન્સની રાજધાની મનીલામાં રવિવારે જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત થઈ હતી. બંને નેતાઓ વચ્ચે ચાર માસમાં બીજી મુલાકાત થઈ. આ પહેલા તેઓ જુલાઈમાં જર્મનીમાં યોજાયેલી જી-20ની સમિટમાં પણ મળ્યા હતા.

પેસિફિક ક્ષેત્રમાં ચીનના દબદબા પર મળ્યા ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા ચીનના વધી રહેલા દબદબાને પડકારવા માટે ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા એક સાથે આવ્યા છે.

હિંદ-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ અને ભવિષ્યની સ્થિતિ પર ચારે દેશોએ રવિવારે મનિલામાં પહેલીવાર વાત કરી છે. ચીનની વધી રહેલી સૈન્ય અને આર્થિક તાકાત વચ્ચે અા દેશોએ માન્યું છે કે સ્વતંત્ર, ખુલ્લા, ખુશહાલ અને સમાવેશક ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર ભવિષ્યની દુનિયા માટે બહેતર છે.

ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને ભારત-પેસિફિક ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા માટે પરસ્પર સાથે મળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આસિયાનથી અલગ ચારે દેશોના અધિકારીઓએ ચર્ચા કરી હતી.

 

Related posts

અયોધ્યા રામ મંદિર જનારા મુસાફરો માટે ખાસ તૈયારીઓ, જાન્યુઆરીમાં 100 સ્પેશિયલ ટ્રેનો શરૂ થશે

Rajat Sultan

માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો ખુલાસો

Nakulsinh Gohil

અંજુ 6 મહિના બાદ ભારત કેમ પરત આવી, પાકિસ્તાની પતિ નસરુલ્લાએ કર્યો મોટો ખુલાસો 

Rajat Sultan
GSTV