GSTV

આવતીકાલે રાહુલ ગાંધી સરકિટ હાઉસથી આગળ ધપાવશે પ્રવાસ

Last Updated on September 25, 2017 by

બીજા દિવસે રાહુલ ગાંધી જામનગર સરકિટ હાઉસ પરથી પોતાના પ્રવાસને આગળ ધપાવશે. સવારે સાડા 9 વાગ્યે સરકિટ હાઉસથી રવાના થશે, જે બાદ 10 વાગ્યાથી 10-25 સુધી પાર્ટીના કાર્યકરો અને સમર્થકો સાથે જામનગર નજીક આવેલા રામપુર પાટિયા પાસે મુલાકાત કરશે.

10-40થી 11 વાગ્યા દરમિયાન કાલાવડ તાલુકાના ધ્રોલ ગામે સ્થાનિકો અને કોંગી કાર્યકર્તા સાથે મુલાકાત કરશે. બાદ બપોરે 12 વાગ્યાથી 12-40 દરમિયાન મોરબીના ટંકારામાં કિસાનસભાને સંબોધન કરશે.

બપોરે 1-15 વાગ્યાથી 1-45 સુધી પીપળિયા રાજ ગામે દૂધ ઉત્પાદકો સાથે મુલાકાત કરશે. તો 2-25થી 2-45 વાગ્યે દૂધ મંડળીના ચૂંટાયેલા સભ્યો સાથે બેઠક, અમરસર ગામ, 2-45થી સાંજના 6 વાગ્યા સુધી મોરબી અને રાજકોટ જિલ્લાના ગામોમાં સ્વાગત કરાશે.

સાંજે રાજકોટ શહેરમાં વિવિધ સ્થળો પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવશે. હેમુ ગઢવી હોલમાં બૈધિક, બિઝનેસમેન અને ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચા કરશે અને રાજકોટમાં સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે.

Related posts

અરે વાહ! 15 રૂપિયામાં ખરીદો OPPOનો આ ધાંસૂ સ્માર્ટફોન, Flipkartની ઑફરે લોકોએ ઉડાવ્યા લોકોના હોશ!

Bansari

દુ:ખદ: મિર્ઝાપુર સીરીઝના પ્રખ્યાત એક્ટર ‘લલિત’નું થયું નિધન, મુન્ના ત્રિપાઠીએ વ્યક્ત કર્યું દુ:ખ

pratik shah

IPL 2022/ મેગા ઑક્શનમાં આ 21 ખેલાડીઓ પર થશે ધન વર્ષા, સૌથી મોંઘો ખેલાડી હોવાનો બની શકે છે રેકોર્ડ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!