આવતીકાલે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ T-20મેચ, ક્યાં,ક્યારે અને ક્યા સ્થળે રમાશે મેચ

વન-ડે પછી હવે ટી-20 મેચ શરૂ થશે. વન-ડે સીરીઝમાં 4-1થી ભારતે સરસાઈ મેળવી હતી. ન્યુઝીલેન્ડ બદલો લેશે કે ફરી વખત ટીમ ઇન્ડિયા ભારે પડશે. ન્યુઝીલેન્ડ હાર ભુલીને નવી શરૂઆત કરશે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ભારતનાં કપ્તાન છે. ભારત સામે છે ન્યુઝીલેન્ડનાં કેપ્ટન કેન વિલિયમસેન અને ન્યુઝીલેન્ડની જનતા. આવો જાણીએ કે ક્યારે પ્રથમ મુકાબલો છે. કેવી રીતે અને ક્યાં જોવા મળશે પ્રથમ ટી-20 મેચનો રોમાંચ.

ક્યારે રમાશે પ્રથમ T-20 મેચ?

ભારત ન્યુઝીલેન્ડ વચ્ચેની સીરીઝમાં પહેલી જંગ 6 જાન્યુઆરી(બુધવાર)નાં થશે.

પ્રથમ T-20 મેચ ક્યાં છે?

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ વેલિંગ્ટનનાં વેસ્ટપૈક સ્ટેડિયમમાં રમાશે. મહત્વનું છે કે આ સ્ટેડિયમમાં જ ભારતે પાચમી વન-ડેમાં શાનદાર જીત મેળવી હતી.

કેટલા વાગ્યે શરૂ થશે મેચ?

ભારતીય સમય પ્રમાણે બપોરે 12-30 વાગ્યે મેચ મુકાબલો થશે.

કઈ ચેનલ પર મેચનું પ્રસારણ કરાશે?

સ્ટાર સ્પોર્ટસ ચેનલ પર મેચનું પ્રસારણ થશે. હિન્દી કમેન્ટ્રી માટે સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી પર પણ મેચ જોવા મળશે.

એનલાઈન લાઈવ સ્ટ્રીમીંગ ક્યાં જોવા મળશે?

મેચની લાઈવ સ્ટ્રીમીંગ હોટસ્ટાર પર જોવા મળશે.

બન્ને ટીમ આ પ્રમાણે છે

ટીમ ઇન્ડિયા – રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), ઋષભ પંત, દિનેશ કાર્તિક,કેદાર જાધવ,હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યજુર્વેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, શુભમન ગીલ, કુણાલ પંડ્યા અને વિજય શંકર.

ન્યુઝીલેન્ડ ટીમ – કેન વિલિયમસન(કેપ્ટન),ડગ બ્રેસવેલ, માર્ટીન ગપ્ટિલ,સ્કોર્ટ કગલેન, ડેરિલ મિશેલ,કોલિન મુનરો, મિચેલ સૈંટનર, ટિમ સિફર્ટ (વિકેટકિપર), ઇશ સોઢી, રોસ ટેલર, ટીમ સાઉદી, બ્લેયર ટિકનર, લોફી ફર્ગ્યુસન અને કોલિન ડિ. ગ્રૈંડહોમ

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter