GSTV
Home » News » આવક કરતાં ખર્ચ વધી જતાં હોય તો કામ આવશે આ વાસ્તુ ટિપ્સ

આવક કરતાં ખર્ચ વધી જતાં હોય તો કામ આવશે આ વાસ્તુ ટિપ્સ

વાસ્તુ શાસ્ત્રમાં અનેક સમસ્યાઓના નિવારણ આપવામાં આવ્યાં છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ધન સંબંધી સમસ્યાઓનું કારણ મોટા ભાગે ઘરમાં જ હોય છે. પરંતુ આ કારણથી લોકો અજાણ હોય છે. જેના કારણે વ્યક્તિને સતત પડતીનો સામનો કરવો પડે છે. અનેક પ્રયત્નો કરવા છતાં ઘરમાં આવક દેખાતી નથી અને એક પછી એક ખર્ચા થયા જ કરે છે. જો ઘરમાં વાસ્તુદોષ હોય તો વ્યક્તિ પર કરજ પણ વધતું જાય છે. જો તમે પણ આવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હોય તો કરો આ ઉપાય જે તમને રાહત આપશે.

  1. બેડરૂમની બારીમાં ક્રિસ્ટલ લગાવો. તેનાથી સકારાત્મક ઊર્જા ઘરમાં આવે છે. જે તમને સ્વસ્થ અને ઊર્જાવાન બનાવશે.
  2. ઘરમાં એક અરીસો એવી રીતે લગાવો જેનું પ્રતિબિંબ ઘરમાં રાખેલી તિજોરી અને ધન ઉપર પડે. તે ઘરના ખર્ચા ઓછા કરવામાં મદદગાર નિવડે છે. તેનાથી બચત વધે છે.
  3. ઘરની અગાસી પર પક્ષીઓ માટે એક વાસણમાં પાણી અને એકમાં અનાજ રાખો. તેનાથી કરજ ઘટે છે અને ભાગ્યોદય થાય છે સાથે જ નાણાકીય સમસ્યાઓ હળવી થાય છે.
  4. જો ઘરમાં માછલી ઘર રાખવું અને તેમાં સોનેરી માછલીઓ રાખવી, જે નકારાત્મક ઊર્જાને દૂર કરીને સકારાત્મક ઊર્જા વધારે છે.
  5. ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખવો દરવાજા પર આસોપાલવનું તોરણ લગાવવું અને રંગોળી પણ કરવી.

Related posts

‘દિકરીને દૂધ પીતી કરવાની…’ વાઈરલ પોસ્ટ મામલે આખરે નવઘણ ઠાકોરે માફી માગી

Mayur

બહુ જલદી આ સસ્તી AC ટ્રેનને બંધ કરી શકે છે કેન્દ્ર સરકાર, શું છે તેનું કારણ?

NIsha Patel

ઈંગ્લેન્ડનાં પત્રકારે ઉડાવી વીરેન્દ્ર સહેવાગની મજાક, વર્લ્ડકપ જીત્યા બાદ આવી રીતે દાખવ્યુ વલણ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!