GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

આનંદો : સ્ટેટ બેંકે મિનિમમ એવરેજ બેલેન્સની ૫૦૦૦થી રકમ ઘટાડીને ૩૦૦૦ કરી

(SBI) સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ બચત ખાતાધારકોના મિનિમમ એવરેજ મંથલી બેલેન્સ (MAB)ની મર્યાદા રૂ. ૫૦૦૦થી ઘટાડી રૂ. ૩૦૦૦ કરી છે.

આગાઉ ૫૦૦૦ રકમ હોવાથી લોકોએ ખાતા બંધ કરવાનું શરુ કર્યું હતું, સામાન્ય વર્ગ કે પછી વિદ્યાર્થી વર્ગને તકલીફ રહેતી હતી.

પણ પેન્શન મેળવતા અને અવયસ્કો માટે આ રકમ પાંચ હજાર જ રહેશે. બેંકે મંથલી એવરેજ બેલેન્સ ન રાખી શકવા પર સર્વિસ ચાર્જ ૨૦-૫૦ ટકા ઓછો કર્યો છે.

એસબીઆઈના મુજબ, તેણે મેટ્રો અને અર્બન સેન્ટર્સને એક જ કેટેગરીમાં રાખવાનો નિર્ણય લીધો છે અને આ કારણે મેટ્રો સેન્ટર્સમાં મિનિમમ બેલેન્સની જરૂર રૂ. ૫૦૦૦થી ઘટાડી રૂ. ૩૦૦૦ કરી છે.

આ સિવાય પેન્શનર્સ, સરકારી યોજનાઓના લાભાર્થીઓ અને કિશોર વયના લોકોને તેમાંથી રાહત આપવામાં આવી છે.અત્યારે મેટ્રો અને અર્બન સેન્ટર્સના કસ્ટમર્સને એકાઉન્ટમાં એવરેજ બેલેન્સ ન રાખવા પર રૂ. ૪૦થી રૂ. ૧૦૦ સુધીનો ચાર્જ આપવાનો રહે છે. તેને ઘટાડીને તે ૩૦-૫૦ રૂપિયા કરી દેવાયો છે. સેમી-અર્બન અને રૂરલ સેન્ટર્સ માટે ચાર્જ ૨૫-૭૫ ટકા ઘટાડીને ૨૦-૪૦ રૂપિયા કરવામાં આવ્યો છે.

બેંક તરફથી કરવામાં આવેલો આ સુધારો ઓક્ટોબર, ૨૦૧૭થી અમલમાં આવશે.

Related posts

NHAIનો સૌથી મોટો નિર્ણય, આના આધારે નક્કી થશે રસ્તાઓની રેન્કિંગ

Harshad Patel

ચીને અમેરિકન યુદ્ધ જહાજોને આપી ચેતવણી કે નજીક પણ ન દેખાતા, અમારી પાસે પણ છે ખતરનાક હથિયારો

Dilip Patel

આ શિવલિંગ દિવસમાં ત્રણ રંગ બદલે છે, વિજ્ઞાનીઓ આજ દીવસ સુધી નથી શોધી શક્યા આ ચમત્કાર

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!