કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહ ચૂંટણી પ્રચાર માટે માટા આણંદ પહોંચ્યા હતા. ખંભાતના કમલસર ગામે પહોંચેલા રાજનાથ સિંહે સૌપ્રથમ માતાના મંદિરમાં દર્શન કરી જાહેર સભા સંબોધી હતી.
તેમણે ખંભાતના ભાજપના ઉમેદવારને જીતાડવા માટે હાંકલ કરી હતી. સાથે જ રાજનાથ સિંહે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, રાહુલ ગાંધી મત માટે ગુજરાતમાં ફરે છે, પરંતુ પહેલા તેઓ અમેઠી સાચવે.