આણંદના વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન પાસે નેચર હેલ્થ ક્લબ દ્વારા ગ્રીનેથોન યોજાયો. જેમાં બે હજારથી વધુ લોકો જોડાયા હતા. નેચર હેલ્થ દ્વારા છેલ્લા સાત વર્ષથી ગ્રીનેથોન યોજાય છે. ચરોતરની હરીયાળી જળવાઇ રહે અને ધરાના સંરક્ષણ માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ડોટર્સ ઓફ મધર થીમ પર આ ગ્રીનેથોનમાં નાના-મોટા તમામ લોકોએ સાઈક્લિંગ-ગ્રીનવોક અને સ્કેટીગમાં લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઇન્ડિયન આર્મીના ડેન્ટલ કોર્પ્સમા પ્રથમ પેરાટ્રોપર્સ લેડી ઓફીસર અને બ્રેસ્ટ કેન્સર સામે લડનાર કેપ્ટન ડો. રીતુ બિયાણી અને માઉન્ટ એવરેસ્ટ સર કરનાર આણંદની ચેતના રાણા ખાસ હાજર હતા.