આજે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો બીજો દિવસ

સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડના વેપારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે બીજો દિવસ છે. વેપારીઓએ ખેડૂતો માટે ભાવાંતર યોજના લાગુ કરવા સરકારને 6 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે 31 ઓક્ટોબરે પૂર્ણ થતાં સૌરાષ્ટ્ર એપીએમસીના વેપારી એસોસિએશન દ્વારા તમામ માર્કેટ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વેપારીઓએ જ્યાં સુધી ભાવાંતર યોજના લાગુ નહીં કરાય ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે. બીજી તરફ અમરેલી તેમજ જૂનાગઢ માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યા છે. બંને માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ધમધમતા રહેતા કપાસ અને મગફળીની હરાજી કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં ભાવાંતર યોજના લાગુ કરવામાં નહી આવે તેવી સ્પષ્ટતા રાજ્ય સરકાર કરી ચૂકી છે. ત્યારે માર્કેટ યાર્ડમાં હડતાળને કારણે કરોડો રૂપિયાનો વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter