GSTV

આજે સુપ્રીમ કોર્ટમાં રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ પર થશે સુનાવણી

Last Updated on June 30, 2019 by Alap Ramani

અયોધ્યામાં રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદને લઈને ઘણાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ ભારતની રાષ્ટ્રીય રાજનીતિ માટે પણ ઘણો સંવેદનશીલ મામલો છે. અયોધ્યામાં રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ જમીન વિવાદની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થવાની છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે. એમ. જોસેફની ખંડપીઠ દ્વારા વિવાદ પર સુનાવણી કરશે.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા સુપ્રીમ કોર્ટના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એમ. ખાનવિલકર અને જસ્ટિસ એસ. અબ્દુલ નજીરની ખંડપીઠે બે વિરુદ્ધ એકના બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે 1994ના બંધારણીય ખંડપીઠના ચુકાદા પર ફેરવિચારણા કરવાની જરૂર નથી. 1994માં સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીટે ચુકાદો આપ્યો હતો કે મસ્જિદમાં નમાજ પઢવી ઈસ્લામનો અભિન્ન હિસ્સો નથી.

જો કે જસ્ટિસ એસ. અબ્દુલ નજીરે અસંમતિ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે બંધારણીય ખંડપીઠના ચુકાદાની ફેરવિચારણા કરવી જરૂરી છે. 2010માં અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદીત જમીન ત્રણેય પક્ષકારોને સરખે ભાગે આપવાનું જણાવ્યું હતું. જો કે આ ચુકાદા વિરુદ્ધ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો.

Related posts

રાહુલ ગાંધીના આકરા પ્રહાર/ અચ્છે દિનવાળી સરકારમાં જૂમલાની ભરમાર, ફક્ત 21 ટકા લોકોને જ અપાયા બંને ડોઝ

Pravin Makwana

જમ્મુ કાશ્મીરમાં સીઝનની પ્રથમ બરફવર્ષા થઈ, શ્રીનગરના હાઈવે ખોરવાયા, પહેલગામ સમગ્રપણે બરફથી ઢંકાઈ ગયું

Pravin Makwana

વાહ મોદીજી વાહ/ વિમાનમાં વપરાતા ઈંધણ કરતા પણ મોંઘુ થયું કાર અને બાઈકનું પેટ્રોલ-ડીઝલ, ઈતિહાસમાં પહેલીવાર 33 ટકા મોંઘું થયું ઈંધણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!