GSTV
Home » News » આજે દેશની સરકારી અને ગ્રામીણ બેંકોમાં હડતાળ, કરોડોના ચેક અટવાઇ જવાની સંભાવના

આજે દેશની સરકારી અને ગ્રામીણ બેંકોમાં હડતાળ, કરોડોના ચેક અટવાઇ જવાની સંભાવના

આજે આખા દેશની સરકારી બેંકોમાં એક દિવસ માટે હડતાળ. દેશભરની બેંકોની શાખામાં આશરે દસ લાખ બેંક કર્મચારીઓ હડતાળ પર. બેંકમાં હડતાલને કારણે ક્લીયરીંગના ગુજરાત ભરના કરોડોના ચેક અટવાઇ જવાની સંભાવના છે.

આ હડતાળ રાષ્ટ્રીયકૃત બેંકોના વિલીનીકરણના વિરોધમાં, બેંકના મૅનેજમેન્ટ દ્વારા નાના ખાતેદારો પાસેથી વસૂલવામાં આવી રહેલા જુદાં-જુદાં ચાર્જ સામેના વિરોધમાં તેમજ બેંકોની વધી રહેલી નોન પરફોર્મિંગ એસેટ્સનો બોજ ઓછો કરવા આજે દેશના બેંક કર્મચારીઓ એક દિવસની હડતાલ પાડશે.

બેંકોના પેન્ડીંગ લોનમાં ફસાઈ ગયેલી મૂડી સામે નફામાંથી રકમ એડજસ્ટ કરીને પ્રોવિઝન કરી દેવાની નીતિનો પણ બેંક કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે. તેમજ ફસાયેલી મૂડીની રિકવરી માટે કડકમાં કડક પગલાં લે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ખાનપુરથી આજે સવારે દસ વાગ્યે ઇન્દુચાચાના સ્ટેચ્યુ પાસેથી બેંક કર્મચારીઓ રેલી કાઢશે. આ રેલી આશ્રમ રોડ પર વલ્લભસદન સુધી જશે અને ત્યાં એક મોટી સભામાં કરવામાં આવશે.

તેમજ  પૈસા હોવા છતાંય બેંકની બાકી લોન ન ચૂકવતા ડિફોલ્ટર્સ સામે કોર્ટ કેસ કરવાની અને એફ.આઈ.આર. કરવાની છૂટ આપવાની માંગણી કરવામાં આવી છે.

આવા લોન ના ચુકવતા  ડિફોલ્ટર્સ પાસેથી નાણાંની વસૂલી કરવાને બદલે બેંકો દ્વારા ખાતાદાર પાસેથી મિનિમમ બેલેન્સ જાળવવામાં નિષ્ફળ જનારાઓ પાસેતી મોટી રકમનો દંડ વસૂલી લેવાની નાના થાપણદારોના ખાતામાં મિનિમમ બેલેન્સ ૫૦૦૦ ન જળવાય તો તેને માટે પણ ખાતેદારને ૨૫૦થી ૫૦૦ સુધીનો દંડ કરવાની જોગવાઈનો પણ વિરોધ કરી રહ્યા છે.

તેમની આ માગણીઓ નહિ સ્વીકારવામાં આવે તો ઓક્ટોબર મહિનામાં બે દિવસની હડતાલ પાડવામાં આવશે. સરકાર સકારાત્મક જવાબ નહિ આપે તો અનિશ્ચિત મુદતની હડતાલ પાડવામાં આવશે

બેંકોમાં ૮૦ ટકા બચત નાના ખાતેદાર કે થાપણદાર હોય તેમની છે. તેથી નાના બચત ખાતા ધારકોને આશ્વાસન મળી રહ તેવી આપેક્ષા રાખવામાં આવી રહી છે. નાના ખાતેદારોના હિતને જાળવવા માટે આ હડતાલ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

દેશની સરકારી અને ગ્રામીણ બેંકોમાં આજે હડતાળ રહેશે. તેથી આ બેંકોમાં કોઈ કામકાજ થઈ શકશે નહીં. યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સની હાકલ પર 22 ઓગસ્ટથી દેશવ્યાપી હડતાલમાં દેશભરની જાહેરક્ષેત્રની બેંકોની એક લાખ બત્રીસ હજાર શાખોનું કામકાજ અસરગ્રસ્ત થશે.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનન્સનું કહેવું છે કે મંગળવારે તમામ રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહેશે. બીજી તરફ આર્યાવર્ત અધિકારી એસોસિએશને પણ સરકારી બેંકોનું સમર્થન કરતા હડતાલમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. ગ્રામીણ બેંક કર્મચારીઓના વિભિન્ન સંગઠનોના રાષ્ટ્રીય સ્તરે બનાવાયેલા સંયુક્ત મંચે આની ઘોષણા પણ કરી છે.

ખાનગી બેંકોના વિલય અને બેંકોના ખાનગીકરણના સરકારના પગલા વિરુદ્ધ આ બેંકોમાં હડતાલનું એલાન આપવામાં આવ્યું છે.

સરકારી બેંકોના કર્મચારીઓમાં બેંકિંગ ક્ષેત્રમાં સુધારાના નામે ખાનગીકરણ, અવાંછિત શ્રમ સુધારણા, ઔદ્યોગિક જૂથોની ડૂબતી લોન પર અપાતી રાહત, બેંક શુલ્કમાં વધારો, એનપીએની તાત્કાલિક વસૂલી, એફડીઆરઆઈ બિલની વાપસી, બેંક બોર્ડને વિઘટિત કરવા મામલે આશંકાએ પ્રવર્તી રહી છે.

સરકારી બેંકોમાં તમામ વર્ગમાં કર્મચારીઓની ભરતી પણ યુનિયનો દ્વારા માગણી કરી છે. દેશની 56 ગ્રામીણ બેંકોની 17 હજાર શાખાઓના એક લાખ અધિકારીઓ અને કર્મચારીઓ પણ હડતાલમાં સામેલ થયા છે.

 

 

Related posts

કોટામાં 75 વર્ષની મહિલાએ આપ્યો બાળકીને જન્મ, ચોંકી ઉઠ્યાં ડોક્ટર્સ

Kaushik Bavishi

પેટાચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, વધુ સાત નેતાઓ ભાજપમાં જોડાયા

Nilesh Jethva

હું આખા દેશમાં કોંગ્રેસમાં ધારુ ત્યાં ટીકિટ અપાવી શકું, અલ્પેશ ઠાકોરનો વધુ એક વીડિયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!