આજે દેશની પ્રથમ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બીજા આયુર્વેદ દિવસના અવસરે દેશને સમર્પિત કરી.
આ સંસ્થાનું નિર્માણ અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાનના આધારે કરવામાં આવ્યું છે. એક અધિકારીએ જણાવ્યું છે કે વડાપ્રધાન આજે દિલ્હીમાં સરિતા વિહારમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનનું ઉદ્ધઘાટન કરશે.
આ પહેલા અખિલ ભારતીય આર્યુર્વેદ સંસ્થાન: એઆઈઆઈઆઈ: ની સ્થાપના આયુષ મંત્રાલય અનુસાર ઉચ્ચ સંસ્થાનના રૂપમાં કરવામાં આવી છે. જે આર્યુર્વેદ અને આધુનિક ઉપચાર પદ્ધતિ અને ટેકનોલોજી વચ્ચે સંયોજન સ્થાપિત કરવાનું કામ કરશે.
પ્રથમ ચરણમાં એઆઈઆઈએની સ્થાપના 10 એકર ક્ષેત્રમાં કરવામાં આવી છે અને જેની કિંમત 157 કરોડ રૂપિયાની છે. આ એનએબીએચની માન્યતા પ્રાપ્ત હોસ્પિટલ છે અને એક એકેડેમિક બ્લોક પણ છે.