GSTV
Home » News » આજે એક દિવસની પૂજા માટે સબરીમાલા મંદિરના કપાટ ખુલશે, કલમ-144 લાગુ

આજે એક દિવસની પૂજા માટે સબરીમાલા મંદિરના કપાટ ખુલશે, કલમ-144 લાગુ

સબરીમાલામાં ભગવાન અયપ્પા મંદિર આજે એક દિવસની પૂજા માટે ખુલવાનું છે. તેના પહેલા પંબાની આસપાસના વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કલમ-144 લગાવી દેવામાં આવી છે. કોઈપણ અપ્રિય ઘટનાને રોકવાના ઉદેશ્યથી મંગળવાર સુધી કલમ-144 લાગુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સબરીમાલા મંદિરમાં દશથી પચાસ વર્ષની વયમર્યાદા વચ્ચેની કિશોરીઓ અને મહિલાઓને પ્રવેશની સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ચુકાદા બાદ ગત મહિને થયેલા હિંસક વિરોધ પ્રદર્શનોને જોતા શનિવારે રાત્રે જ સબરીમાલા મંદિરની સુરક્ષા વ્યવસ્થાને ચુસ્તદુરસ્ત કરવામાં આવી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આઈપીસીની કલમ-144 પંબા, નીલક્કલ અને ઈલુવાંગલમાં ચાર અથવા તેનાથી વધારે લોકોને એકઠા થવા પર રોક લગાવી દેવામાં આવી છે.

ભગવાન ઐયપ્પાન મંદિરમાં વિશેષ પૂજા માટે કેરલમાં સ્થિત સબરીમાલા મંદિરના કપાટ આજે એક દિવસ માટે ખૂલી રહ્યાં છે. હજારો શ્રદ્ધાળુઓ સબરીમાલા પહોંચ્યા છે તો હજારો શ્રદ્ધાળુઓ મંદિર જવા પહોંચી રહ્યાં છે. પરંતુ મહિલાઓના પ્રવેશને લઈને સંઘર્ષ થવાના એંધાણને પગલે અહીં સમગ્ર વિસ્તારમાં મોટો પોલીસ કાફલો ખડકી દેવાયો છે. પાછલા મહિને દરેક ઉંમરની મહિલાને મંદિરમાં પ્રવેશ આપવાના વિરોધમાં હિંસક દેખાવ થયા હતા. સરકારે જણાવ્યું કે 2300 જેટલા પોલીસકર્મીઓ મંદિરની આસપાસ તૈનાત છે. જેમાં 20 સદસ્ય કમાન્ડો ટીમ અને 100 મહિલા પોલીસ કર્મીઓ છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે જરૂપ પડશે તો સર્કલ નિરીક્ષક અને ઉપનિરીક્ષક રેંકની 30 મહિલા પોલીસકર્મીઓને પણ તૈનાત કરાશે. તો બીજી બાજુ આંદોલન કરી રહેલા ઘણા હિંદુ સંગઠનોએ મીડિયા સંગઠનોને આ મુદ્દે કવરેજ કરવા મહિલા પત્રકરોને ન મોકલવા પણ અપીલ કરી છે. મંદિર સાંજે પાંચ વાગ્યે વિશેષ પૂજા શ્રી ચિતિરા અટ્ટા તિરુનાલ માટે ખુલશે. અને રાત્રે 10 વગ્યે બંધ થઈ જશે. તાંત્રી કંડારૂરૂ રાજીવારૂ અને મુખ્ય પૂજારી ઉન્નીકૃષ્ણન નમ્બૂદિરી મંદિરના કપાટ સંયુક્ત રૂપે ખુલશે. અને ગર્ભગૃહમાં દીપ પ્રગટાવાશે. ત્યારે બાદ 17 નવેમ્બરથી ત્રણ મહિના સુધી વાર્ષિક તીર્થયાત્રા માટે ફરીથી દર્શન માટે મંદિર ખોલાશે.

Related posts

મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડની ચૂંટણી જીતવા ભાજપ ગુજરાતની થિયરી અપનાવશે

Karan

તહલકાના પૂર્વ એડિટર તરૂણ તેજપાલને સુપ્રીમ કોર્ટનો મોટો ઝાટકો, આપ્યો આ આદેશ

Bansari

દિલ્હી માથે ખતરો વધ્યો, સરકારને પણ ડર લાગતાં બોલાવી ઇમરજન્સી બેઠક

Mayur
Do NOT follow this link or you will be banned from the site!