GSTV
Home » News » આજનું પંચાગ, દિનવિશેષ, દૈનિક રાશિફળ અને શાસ્ત્રોક્ત ઉપાય

આજનું પંચાગ, દિનવિશેષ, દૈનિક રાશિફળ અને શાસ્ત્રોક્ત ઉપાય

આજનું પંચાંગ
તારીખ 4 જાન્યુઆરી, 2019, શુક્રવાર
માસ માગશર વદ ચૌદશ
નક્ષત્ર જ્યેષ્ઠા
યોગ વૃદ્ધિ
ચંદ્ર રાશી વૃશ્ચિક (ન, ય), સવારે 12.55 પછી ધનમાં (ભ,ધ,ફ,ઢ)
દિનવિશેષ

  1. વીંછુડો બપોરે 12.55 વાગે પૂર્ણ થશે.
  2. વ્રજમુશળયોગ સવારે 7.28 થી 12.53 સુધી
  3. કનકધારા સ્તોત્રનો પાઠ કરવો
  4. દેવીકવચનો પાઠ કરવાથી શુભફળ પ્રાપ્ત થશે
  5. હિરાની વીંટી ધારણ કરી હોય તો તેનું પૂજન કરવું

રાશિફળ

મેષ (અલઈ)

આજે ગૂઢજ્ઞાન મેળવવા તરફ જિજ્ઞાસા વધુ જાગે. વિલવારસાના પ્રશ્ન તરફ વૃત્તિ વધુ પ્રેરાય. મૂત્રપિંડની તકલીફથી વધારે સાવધ રહેવું પડશે.
વૃષભ (બવઉ)

પુરુષ જાતકોને સ્ત્રી જાતકો સાથે કાર્ય પાર પાડવાનું થાય. ઘણી મથામણ પછી પણ કાર્ય સંપૂર્ણ ન થાય. ક્યાંક કંઈક બાકી જ રહી જાય.
મિથુન (કછઘ)

ઘરમાં વાતાવરણ ખરાબ થાય એની અસર ઓફિસમાં પણ થાય. નોકરીના સ્થાને આજે વિવાદ થઈ શકે છે. તમારાથી ન બોલવાનું બોલાઈ જવાય માટે, સંયમ રાખજો.


કર્ક (ડહ)

ઘરમાં રહેવાની ઇચ્છા ન થાય. પેટની તકલીફથી સાવધાની રાખવી પડશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં અરૂચી થાય. આત્મવિશ્વાસની કમી જણાય.
સિંહ (મટ)

પોતાની પ્રેમી સાથે ઝઘડો થઈ શકે છે. નોકરીયાતને આજે નોકરી છોડી બીજી નોકરી શોધવાની ઇચ્છ થાય. ઘરમાં ચોરી ન થાય તેની તકેદારી રાખજો, શક્યતા છે.
કન્યા (પઠણ)

પોતાનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે પ્રેમ જાગી શકે છે. કાકાના દિકરા-દિકરી સાથે આજે સુમેળ રહે. વિદ્યાર્થીઓને અભ્યાસ સંબંધી ચિંતા સતાવે.
તુલા (રત)

રાજનીતિ સાથે સંકળાયેલા જાતકોને સાનુકૂળતા રહે. સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની હોય તો આજે સફળતા મળે. ધનપ્રાપ્તિના યોગ રચાયા છે, લાભ થશે.


વૃશ્ચિક (નય)

શરદી-ખાંસીની બિમારી આજે સતાવી શકે છે. સ્નાયુની બિમારીથી વિશેષ સાવદાની રાખવી. નેત્રપીડા પણ સતાવે… કુલ મળી આજે આરોગ્યની વિશેષ દરકાર કરજો.


ધન (ભધફઢ)

ચેરીટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલાને સાનુકૂળતા રહે. ધર્મ પ્રવૃત્તિમાં વિશેષ ખર્ચ થાય. મિથ્યા દોડધામ વધારે થાય પણ સફળતા અલ્પ માત્રામાં મળે. થોડી સ્વાર્થવૃત્તિ આજે વિશેષ રહે.


મકર (ખજ)

મિત્ર દ્વારા વેપારમાં વૃદ્ધિ થાય. આજે લાભ થતો જોવા મળશે. પ્રવાસના યોગ પણ રચાયા છે. નોકરીમાં બદલી થાય.
કુંભ (ગશષસ)

ઈલેક્ટ્રોનિક વ્યવસાય સાથે જોડાયેલાને સાનુકૂળતા વિશેષ રહે. આજે તીખું, તળેલું, ચટપટું ખાવાની ઇચ્છા થાય. શુભકાર્યમાં ભાગ લેવાનું પણ થાય.
મીન (દચઝથ)

ભાગ્ય બળવાન થયું છે. લાભ લેજો. આંકડાકીય માહિતી એકઠી કરવાનું વિશેષ બને. પોતાની જાત પાછળ ખર્ચ વધુ થતો જણાય. અટકેલા કાર્યો આગળ વધે અને સફળતા મળતી જણાય.


શાસ્ત્રોક્ત ઉપાય


પ્રશ્ન – સંતાન પ્રાપ્તિ માટે શાસ્ત્રોક્ત ઉપાય
• સ્ત્રી જાતકોએ ક્રીસ્ટલની માળા ધારણ કરવી.
• ઓમ ગૃહસ્થ સુખ સિદ્ધયે રુદ્રાય નમો નમઃ આ મંત્રની એક માળા કરવી. માળા કરતી વખતે એક તાંબા લોટામાં જળ ભરેલું રાખવું અને માળા પૂર્ણ થયા બાદ આ જળ પી જવું.
• પતિ તથા પત્ની બંને જાતકોએ આ ઉપાય કરવો.
• સંતાન ગોપાલ મંત્ર પણ દર બુધવારે કરી શકાય.
• નાડીદોષ હોય તો તેની વિધિ કરાવી તેનું નિવારણ કરવું.
અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) મો 7069998609 ઈ-મેલ harisahitya@gmail.com

Related posts

દિવાળીમાં આ રીતે કરશો ગોઠવણ તો ઘર બનશે હવા-ઉજાસ અને પ્રકાશમય

Bansari

સૌ પ્રથમ કોણે કર્યું હતું કરવા ચોથનું વ્રત? જાણો કરવા અને ચાળણાનું મહત્વ

Bansari

NASAએ રજૂ કર્યુ નવું સ્પેસ સૂટ, ફોટોઝમાં જુઓ કેવું છે તે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!