GSTV
Astrology Life Trending

આજનું પંચાગ, દિનવિશેષ, દૈનિક રાશિફળ અને શાસ્ત્રોક્ત ઉપાય


આજનું પંચાંગ

તારીખ 10 જાન્યુઆરી, 2019, ગુરૂવાર
માસ પોષ સુદ ચોથ, વિ.સં. 2075
નક્ષત્ર કુંભ
યોગ વ્યતિપાત
આજની ચંદ્ર રાશિ મકર (ખ, જ)

દિનવિશેષ

  1. વ્યતિપાત યોગ છે માટે શિવજીની ઉપાસના ખાસ કરવી
  2. આજે વિનાયક ચોથ છે
  3. સ્થિરયોગ સૂર્યોદયથી સાંજે 5.23 સુધી
  4. શ્રીસૂક્તનો પાઠ કરવો
  5. શ્રીગણેશ અથર્વશીર્ષનો પાઠ પણ કરવો

રાશિફળ

મેષ (અલઈ)અંતર-પ્રફુલ્લિત રહેશે. આજે વેપારમાં આપને વિશેષ વૃદ્ધિ મળતી જણાશે. ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. અચાનક ધનપ્રાપ્તિની શક્યતા પણ રચાયેલી છે.

વૃષભ (બવઉ)આપનું કોમ્યુનિકેશન આજે આપને સફળતા અપાવે. વેપારમાં અન્યની સહાય મળી રહેશે. પણ, મનમાં થોડો ધુંધવાટ રહેશે. કોઈ વિશેષ અશુભની શક્યતા નથી.
મિથુન (કછઘ)તમારું જીવનસાથી આવકની વિશેષ તકો મેળવવા માટે વધુ થનગને. આપને આવક વધુ મેળવવા માટે દબાણ કરે. આપ જો ખોટું બોલવા જશો તો મુશ્કેલીમાં મુકાશો માટે ધ્યાન રાખવું.

કર્ક (ડહ)પ્રેમસંબંધમાં મળેલી નિષ્ફળની કળ આજે વળી શકે તેમ છે. ફરીથી કરમાયેલા સંબંધો તાજા થાય. આપે, શરદીજન્ય બિમારીથી વિશેષ સાવધાની રાખવી.
સિંહ (મટ)વાહનયોગની શક્યતા રચાઈ છે. નવું વાહન ખરીદવું હશે તે માર્ગ સુગમ થશે. ભાગીદારી પેઢીમાં મન-દુઃખના પ્રસંગો ઊભા થાય. ગુહ્યબિમારીથી વિશેષ સાચવવું.

કન્યા (પઠણ)ક્યાંક બહારગામ ફરવા જવાનો અવસર પ્રાપ્ત થાય. શૈક્ષણિક પ્રવાસ પણ શક્ય દેખાય છે. મિત્રો આજે શત્રુ જેવો વ્યવહાર કરે માટે સંયમપૂર્વક કાર્ય કરવું.

તુલા (રત)પૈસાની આવક વધે તેવો આપનો પ્રયત્ન હોય અને તેમાં તમે સફળતા પણ મળી શકે છે. બુદ્ધિપૂર્વક આપ કાર્યનો ઉકેલ લાવશો. આજે શુભ સમાચાર પ્રાપ્ત થાય તેવી શક્યતા પણ રહેલી છે.

વૃશ્ચિક (નય)આવેલા પૈસા મોજશોખ પાછળ ખર્ચાઈ જાય માટે હાથ થોડો ખેંચમાં રાખજો. માતા દ્વારા આપનું ભાગ્ય બળવાનતું દેખાય છે. નવું ઘર લેવું હોય તો આજે વિશેષ સાનુકૂળતા રચાઈ છે.

ધન (ભધફઢ)કાર્યમાં અડચણ ઊભી થાય. આપ ગમે-તેમ કરીને કાર્યને સિદ્ધ કરવા પ્રયત્ન કરશો. અંતે સફળતા પ્રાપ્ત થાય. કોઈ બિમારી હોય તો આજે ઈલાજ તરફ આગળ વધજો. ક્યાંક રજનું ગજ ન થાય તેવી શક્યતા પણ છે.

મકર (ખજ) પરિવારમાં છળકપટ કરવાથી દૂર રહેજો. આજે ધનપ્રાપ્તિના યોગ પણ રચાયા છે. લાભ મળશે. જૂનો પ્રેમી આજે યાદ આવી જાય તેવું પણ બને. કોઈ વડીલ વ્યક્તિ તરફથી આજે વિશેષ લાભ થઈ શકે છે.
કુંભ (ગશષસ)થોડી નકારાત્મકતા હાવી થાય. નોકરીમાં થોડું મનદુખ થાય અને મન પણ અશાંત થાય. જન્મના ગ્રહો વિપરીત હોય તો આજે નોકરી છોડવી પણ પડે.

મીન (દચઝથ) આપના સંતાનને પરદેશની તક સાંપડે. વેપારમાં આજે વૃદ્ધિ થાય. નોકરી કરતા જાતકો માટે આજે સારું વાતાવરણ રચાય. મનમાં પ્રગતિ કરવાની ઇચ્છા જાગે અને સફળ પણ થવાય.

શાસ્ત્રોક્ત ઉપાય

  1. સંધ્યાકાળે ઘરના પ્રત્યેક ખૂણામાં અગરબત્તીનું ધૂપ આપવું.
  2. ધૂપથી રાહુની પીડાનું શમન થાય છે.
  3. સંધ્યાકાળે દિપપ્રાગટ્ય અચૂક કરવું અને દિવો ઓછામાં ઓછી 10 મિનિટ સુધી પ્રજ્વલીત રહે તેવું આયોજન કરવું.
  4. ઘરનું માળીયું મહિનામાં એક વખત થોડું સાફ કરવું.
  5. દર મહિનાની તેરસે પસ્તી આપવાથી લાભ થશે.

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) > (મો) 7069998609 ઈ-મેલ [email protected]

ઈતિ શુભમ્

Related posts

VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ

GSTV Web Desk

VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત

GSTV Web Desk

રાજસ્થાન / પીએમ મોદીએ જયપુરમાં મહાખેલના સ્પર્ધકોને સંબોધિત કર્યા, જાણો શું કહ્યું

Akib Chhipa
GSTV