GSTV
Astrology Life Trending

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ

તારીખ 28 જાન્યુઆરી, 2019, સોમવાર
માસ પોષ વદ આઠમ, વિ.સં. 2075 સપ્તમી તિથિના દેવતા શિવ છે અને આ જયા તિથિ કહેવાય છે. આ તિથિમાં સૈન્ય લશ્કરી શિક્ષા, યાત્રા, ઉત્સવ, ગૃહારંભ, દવા, વ્યાપાર વગેરે કાર્ય થઈ શકે.
નક્ષત્ર સ્વાતિ (દેવગણ તેમજ ચલ નક્ષત્ર છે, આ નક્ષત્રના દેવ વાયુ છે)
યોગ શૂલ
કરણ તૈતિલ ( બાલવ કરણના સ્વામી ઇન્દ્ર છે. સરકાર સંબંિત કાર્ય માટે, શુભ કર્મો માટે, પૌષ્ટિક કર્મો તેમજ સરકારી હોદ્દો સ્વીકારવા વળી, દાગીના ઘડાવવા માટે શુભ છે)
આજની ચંદ્ર રાશિ તુલા (ર, ત)

દિનવિશેષ

  • આજે લાલા લજપતરાય જયંતી છે
  • યમઘંટ યોગ બપોરે 2.28 થી બીજા દિવસના સવારે 7.26 સુધી
  • શિવપંચાક્ષતર સ્તોત્રનો પાઠ કરવો
  • શિવજીને બિલીપત્ર ચઢાવવા.

રાશિફળ

મેષ (અલઈ) જમીન સંબંધી કાર્યોમાં વ્યસ્તતા રહે. ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે સંકળાયેલા જાતકો આજે વધુ સક્રિય રહેશે. અચાનક ધનપ્રાપ્તિના યોગ પણ આપની રાશિમાં રચાયા છે. આજે પરદેશથી અથવા બીજા શહેરથી આપને ફાયદો થઈ શકે છે.
વૃષભ (બવઉ) બીજાનું કહ્યું કરવું પડે. જીવનસાથી સાથે ખુશનુમા સમય વિતશે. શોધ-સંશોધન પ્રતિ આપની રુચિ વધશે. અંતરમાં ભક્તિભાવ વિશેષ રહેશે. બપોર પછીનો સમય આપને પ્રણય સંબંધોમાં વિશેષ આનંદ આપશે.
મિથુન (કછઘ) સવારના સમયમાં પત્ની સાથે થોડો વિખવાદ થઈ શકે છે. પણ પછી પ્રેમના ઊભરા આવશે. દૈનિક આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. બુદ્ધિશક્તિ વધુ તેજ બનશે અને આપને અભ્યાસમાં વધુ લાભકારી સમય નિવડશે.
કર્ક (ડહ) મનમાં જુદા જુદા ગૂંચવાડા ઊભા થશે પણ તમે પ્રફુલ્લિત રહેજો. આપને આજે યશ-માન-પ્રતિષ્ઠા મળી શકે છે. નવું ઘર ખરીદવા બાબતે આજે આપ સક્રિય થશો. પ્રેમ સંબંધ વધુ મજબૂત બને આનંદની પળો એકબીજા સાથે વિતશે.
સિંહ (મટ) ત્યાગની ભાવના અંતરમાં વધુ મજબૂત થાય. પરિવારભાવના પણ આપને વધુ સુખ આપશે. જીવનસાથીનો ઉશ્કેરાટ અથવા આવેશ વેઠવો પડે. પણ, સરવાળે ઘીના ઠામમાં ઘી પડશે.
કન્યા (પઠણ) મોટી રકમની પ્રાપ્તિ થઈ શકે છે. કોઈ સોદો અટક્યો હોય તો તેમાં આજે વળાંક આવી શકે છે માટે, તમે સક્રિય થજો. નાની મુસાફરીનો યોગ પણ છે. દાઝવાથી કે ઈલેક્ટ્રીક શોકથી સાવધાની રાખવી હિતાવહ છે.
તુલા (રત) હરવા-ફરવામાં આજનો દિવસ વિતી શકે છે. લગ્નસમારંભમાં હાજરી આપવાનું બને. જો આપ કુંવારા હશો તો આપના માટે વેવિશાળની વાતો આવશે અને શક્ય છે કે આજે સંબંધ ગોઠવાઈ પણ જાય.
વૃશ્ચિક (ન,ય) પ્રવાસના યોગ રચાયા છે. લાંબાગાળાનો પ્રવાસ શક્ય છે. આપનું કાર્યક્ષેત્ર આપને બીજા પ્રદેશમાં ખેંચી જાય. અભ્યાસ કરતા કરતા પ્રેમ થઈ જાય તેવી સંભાવના છે. નોકરી બદલવાની પણ સંભાવના છે.
ધન (ભ,ધ,ફ,ઢ) આરોગ્ય હમણાં સ્વસ્થ રહેશે. વારસાનો પ્રશ્ન હશે તો ઉકેલ મળવાની સંભાવના વધી ગઈ છે. નાના ભાઈ-બહેન સાથે થોડું મન-દુઃખ થઈ શકે છે. તમને સ્વાર્થી સમજી અન્ય તમારાથી થોડું અંતર રાખશે.
મકર (ખજ) અન્ય વ્યક્તિઓનો આપને સહકાર મળી રહે. આપનો વેપાર વધુ આગળ વધે. વડીલો દ્વારા અને મિત્રો દ્વારા આપને લાભ થશે. ધનપ્રાપ્તિના યોગ પણ રચાયા છે. આનંદ પ્રમોદમાં આજનો દિવસ વીતશે.
કુંભ (ગશષસ) અટક્યા કાર્ય પાર પડી શકે છે, આપ પ્રયત્નશીલ થજો. શત્રુઓનું બળ ઘટી જશે. આપનો ધનયોગ પણ પ્રબળ થયો છે. પણ આપે સ્નાયુની પીડાથી સાચવવું પડશે. થોડી નેત્રપીડા સતાવી શકે છે.
મીન (દચઝથ) શરદીજન્ય રોગથી સાચવવાનું રહેશે. ધનવ્યય દર્શાવે છે. ખર્ચમાં કાબૂ રાખજો નહીંતર બજેટ બહાર પૈસા ખર્ચાઈ જશે. બપોર પછી પ્રેમના આવેગો જાગશે જે તમને પ્રવાસમાં કરાવશે.

પ્રશ્ન – પ્રતિપક્ષનો સહકાર પ્રાપ્ત કરવા માટે શું કરવું ?

  • પોતાના જીવનસાથી સાથે હંમેશા સુમેળ રાખવો.
  • પુરુષ જાતકોએ દુર્ગાસપ્તશતીનો પાઠ કરવો.
  • સ્ત્રી જાતકોએ શ્રીનારાયણ કવચનો પાઠ કરવો.
  • વર્ષમાં ચાર વખત પૂજારી બ્રાહ્મણને બ્રહ્મભોજન કરાવવું.
  • વર્ષમાં ચાર વખત કુંવારીકાનું પૂજન કરી યથાશક્તિ ભેટ આપવી.
  • ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ વાવવા નહીં.

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) > (મો) 7069998609 ઈ-મેલ [email protected]

ઈતિ શુભમ્

Read Also

Related posts

પાકિસ્તાન પર ચીનનું લગભગ 1.5 બિલિયન ડૉલરનું દેવું, ચીન આપી ખુલ્લી ધમકી

Nelson Parmar

માગશર અમાસે કરો આ કામ, માતા લક્ષ્મી વરસાવશે કૃપા

Nelson Parmar

મૂળાંક 5ની ખાસિયતો જાણીને તમને આશ્ચર્ય થશે, 5, 14 કે 23 તારીખે જન્મેલા લોકો હોય છે ખૂબ જ બુદ્ધિશાળી

Hardik Hingu
GSTV