GSTV
Home » News » આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ

તારીખ 27 જાન્યુઆરી, 2019, રવિવાર
માસ પોષ વદ સાતમ, વિ.સં. 2075 સપ્તમી તિથિના દેવતા સૂર્ય છે અને આ ભદ્રા તિથિ કહેવાય છે. આ તિથિમાં વિવાહ, જનોઈ, યાત્રા, આભૂષણ ઘડાવવા, કલા વગેરે કાર્યો કરવા શુભ છે.
નક્ષત્ર ચિત્રા (મૃદુ નક્ષત્ર છે, આ નક્ષત્રના દેવ ત્વષ્ટ્રા છે)
યોગ ધૃતિ
કરણ બાલવ ( બાલવ કરણના સ્વામી બ્રહ્મા છે. ઉપનયન, લગ્ન, યજ્ઞ તથા અન્ય ક્રોય માટે શુભ છે)
આજની ચંદ્ર રાશિ તુલા (ર, ત)

દિનવિશેષ

  • શ્રી રામાનંદાચાર્ય જયંતી
  • રવિયોગ હાલ ચાલી રહ્યો છે જે બપોરે 2.25 પૂર્ણ થશે
  • રાજયોગ સવારે 7.28 થી બપોરે 2.25 સુધી છે
  • આજે સૂર્યદેવના દ્વાદશમંત્રનો જાપ કરવો તથા ગાયત્રીમંત્રનો જાપ કરવો.

રાશિફળ

મેષ (અલઈ) પરદેશના કાર્યોમાં વ્યસ્તતા સ્હેજ વધુ રહે.  જીવનસાથીને શુભકાર્ય પ્રસંગે બહારગામ જવાનું થઈ શકે છે.  આપના દ્વારા થયેલા કાર્યની પ્રસંશા થઈ શકે છે. ધર્મ કાર્ય પણ સંભવ છે.
વૃષભ (બવઉ) ભાગીદારી પેઢીમાં સમાધાનકારી વલણ અપનાવી આપે કાર્ય કરવું પડે. નોકરી કરતા જાતકો માટે સાનુકૂળ દિવસ રહે. આપનું કાર્ય વખાણવાલાયક થાય. કાર્યમાં નવી તક પ્રાપ્ત થઈ શકે છે. આપના માટે આનંદપૂર્ણ દિવસ વિતે.
મિથુન (કછઘ) ધન સંબંધી કાર્યોમાં સફળતા મળે. સંતાન દ્વારા આપને શુભ સમાચાર પ્રાપ્ત થશે. વેપારમાં કાર્ય પરિવર્તન થઈ શકે છે. આપના પિતાનું આરોગ્ય આપે જાળવવાનું રહેશે. આજે જીવનસાથી સાથે મતભેદ શક્ય છે માટે શાંતિથી દિવસ પસાર કરવો.
કર્ક (ડહ) નવું વાહન ખરીદવું હોય તો શક્યતા છે. જમીન મકાનના કાર્યમાં આજે પ્રગતિ જણાય છે. ઈલેક્ટ્રોનિક ક્ષેત્રે કાર્ય કરતા જાતકો માટે નવી તકોનું નિર્માણ થઈ શકે છે. આપને નવો હોદ્દો અથવા પ્રતિષ્ઠા આપે તેવું કાર્ય કરવાનો અવસર પણ પ્રાપ્ત થાય.
સિંહ (મટ) ધન સંબંધી કાર્યોમાં સફળતા મળશે. પારિવારીક કાર્યોમાં આપને યશ પ્રાપ્ત થાય. જીવનસાથીનું આરોગ્ય જાળવવું પડશે. વારસાઈ જમીનના કાર્યમાં આપે આજે વિશેષ વ્યસ્તતા દાખવવી પડે.
કન્યા (પઠણ) આરોગ્યના અનુસંધાનમાં વિશેષ સાવધાની રાખવી પડશે. વડીલો દ્વારા આપને ધનપ્રાપ્તિ થઈ શકે છે. જૂની મિલકતની ખરીદી કરવાની હોય તો આજે શક્યતા રહેલી છે. જીવનસાથીના પક્ષેથી આપને વિશેષ લાભ થશે.
તુલા (રત) કાર્યમાં વિશેષ સફળતાના યોગ છે. નોકરી મેળવવા ઇચ્છતા જાતકોની ઇચ્છા પરિપૂર્ણ થઈ શકે છે. પણ ભાગીદારી પેઢીમાં મનદુઃખ થાય. આજે પેટની બિમારીથી આપે વિશેષ સાવધાની રાખવાની છે.
વૃશ્ચિક (ન,ય) દોડધામવાળો દિવસ રહે. યશ-માન-પ્રતિષ્ઠામાં આજે ઉમેરો થઈ શકે છે. આજે સંબંધોમાં નવા પ્રાણ પુરાશે. ઘરનું સુખ આજે વિશેષ પ્રિય થશે. પરદેશ જવાની તકો ઉપલબ્ધ થાય અથવા પરદેશથી આપને નવી તકો પણ પ્રાપ્ત થાય.
ધન (ભ,ધ,ફ,ઢ) તમને જે મળવાપાત્ર હોય તે મળવામાં મુશ્કેલી વર્તાય. આ બાબતે આપને મતભેદ પણ સર્જાય. પણ, અચાનક ધનલાભ આજે શક્ય છે. નાના-ભાઈ બહેન આજે આપની વહારે આવે. આપ આજે આપની વાત યોગ્ય રીતે મૂકી શકશો અને તેનો પ્રભાવ પણ પડે.
મકર (ખજ) કોઈપણ પ્રકારની સ્નાયુની બિમારી ન થાય તે સાચવજો. તમારા સમાજના કાર્યપ્રસંગમાં આજે વ્યસ્તતા દર્શાવે છે. અચાનક પ્રવાસ પણ દર્શાવે છે. શુભ કાર્ય અથવા ધર્મકાર્યમાં આજે આપની ભાગીદારી રહેશે.
કુંભ (ગશષસ) જીવનસાથીનું આરોગ્ય કથળે. આપની ભાષા થોડી વધુ આકરી પણ બને. જો આપ વ્યસન કરતા હશો તો આજે વ્યસન કરવાની માત્રા વધી જશે. માટે તકેદારી રાખજો. બધી બાજુ આપે જોતરાવું પડે એટલે આપને ગુસ્સો પણ આવી શકે છે. સાવધાન.
મીન (દચઝથ) વેપારના સ્થાનમાં પરિવર્તન આવી શકે છે. પ્રેમસંબંધો આજે વધારે મજબૂત બને. અંતરમાં સેવાભાવના પણ આજે વિશેષ જાગે. વડીલોની સેવાકાર્યમાં આજે દિવસ વિતશે. દૈનિક આવકમાં આજે અણધારી વૃદ્ધિ થઈ શકે છે.

પ્રશ્ન – પ્રતિપક્ષનો સહકાર પ્રાપ્ત કરવા માટે શું કરવું ?

  • પોતાના જીવનસાથી સાથે હંમેશા સુમેળ રાખવો.
  • પુરુષ જાતકોએ દુર્ગાસપ્તશતીનો પાઠ કરવો.
  • સ્ત્રી જાતકોએ શ્રીનારાયણ કવચનો પાઠ કરવો.
  • વર્ષમાં ચાર વખત પૂજારી બ્રાહ્મણને બ્રહ્મભોજન કરાવવું.
  • વર્ષમાં ચાર વખત કુંવારીકાનું પૂજન કરી યથાશક્તિ ભેટ આપવી.
  • ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ વાવવા નહીં.

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) > (મો) 7069998609 ઈ-મેલ harisahitya@gmail.com

Read Also

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar