GSTV
Home » News » આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ

તારીખ 25 જાન્યુઆરી, 2019, શુક્રવાર
માસ પોષ વદ પાંચમ, વિ.સં. 2075
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની
યોગ અતિગંડ
આજની ચંદ્ર રાશિ કન્યા (પ, ઠ, ણ)

દિનવિશેષ

  • આજે બ્રહ્મસમાદ દિન છે.
  • રાષ્ટ્રીય મતદાન દિન છે.
  • કુમાર યોગ સાંજે 4.26થી બીજા દિવસના સૂર્યોદય સુધી
  • સિદ્ધિલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરવાથી શ્રીમહાલક્ષ્મીદેવીની કૃપા થશે
  • ચોખાનું દાન મહાદેવીના મંદિરે મૂકી શકાય.

રાશિફળ

મેષ (અલઈ) આજનો દિવસ યશ-માન-પ્રતિષ્ઠાનો રહે. કાર્યમાં અનોખો ઉત્સાહ વર્તાય. કાર્ય સિદ્ધિના યોગ પણ જણાય છે. સરકારી કાર્યમાં આપને સફળતા મળે. સરકારી નોકરી કરતા જાતકોને પોતાના અધિકારી તરફથી સદભાવ પ્રાપ્ત થાય.
વૃષભ (બવઉ) જીવનસાથી દ્વારા વારસાઈ મિલકત મેળવવાનો માર્ગ મોકળો બને. સાથે સાથે ડાયાબીટીસની શક્યતા પણ નકારી નથી શકાતી. ગુરૂજનો અને વિદ્વાન વ્યક્તિની સંગત આપને લાભ અપાવશે.
મિથુન (કછઘ) ગૂઢ જ્ઞાન તેમજ શોધ અને સંશોધનના ક્ષેત્રે જોડાયેલા જાતકોને આજે સફળતા પ્રાપ્ત થઈ શકે છે. અભ્યાસમાં ધારી સફળતા મળે. સંતાનનું સુખ મળતું હોય તેના કરતા બમણું થાય.
કર્ક (ડહ) સેવાકાર્યમાં આપ વધુ પ્રવૃત્ત થશો. પ્રવાસની શક્યતા નકારી નથી શકાતી. માતા તરફથી તેમજ સુખ-સગવડવાળા વાહન પ્રાપ્તિની શક્યતા પણ છે. આજે સુખમય દિવસ પસાર થશે.
સિંહ (મટ) દૈનિક આવકમાં વૃદ્ધિ થશે. પોતાની મુશ્કેલીમાંથી સરળતાથી બહાર નીકળી શકશે. ઊચ્ચ પદ પ્રાપ્ત થઈ શકે છે. અટકેલું કાર્ય આજે સરળતાથી પાર પડી શકે છે. માટે આનંદ કરો…
કન્યા (પઠણ) મિત્રો અને સંબંધીઓ દ્વારા લાભ થશે. જીવનસાથી સાથે ઉન્માદપૂર્ણ દિવસ વિતશે. માંગલિક કાર્યનો પ્રારંભ થવાના દિવસો પ્રારંભ થયા છે. ધનપ્રાપ્તિના યોગ પ્રબળ છે.
તુલા (રત) વેપારમાં વૃદ્ધિ થશે. જો તમે કોઈના પ્રેમમાં હશો તો પ્રેમ આજે સોળે કળાએ ખીલી શકે છે. પણ, બપોર પછી થોડા ગહન વિચારમાં તમે પરોવાઈ જશો. કોઈ મોટા મંદિરે દર્શન કરવાની ઇચ્છા પણ આપને થઈ શકે છે. વળી, હોસ્પિટલની મુલાકાત પણ શક્ય છે.
વૃશ્ચિક (ન,ય) તમને આજે મનમાં સંકલ્પ થાય કે હું આપબળે ભાગ્ય વધુ મજબૂત બનાવી શકીશ. કોઈ સારા સમાચારની રાહ જોતા હશો તો સારા સમાચાર પ્રાપ્ત થશે. જમીન-મકાનથી આજે લાભ થઈ શકે છે.
ધન (ભ,ધ,ફ,ઢ) અચાનક શુભપ્રસંગની શરૂઆત થઈ શકે છે. પરદેશ જવાના યોગ પણ રચાયા છે. વેપારમાં વૃદ્ધિ થાય અને છૂપુ ધન આપને અચાનક પ્રાપ્ત થાય. નોકરીમાં પ્રવાસ દ્વારા વૃદ્ધિ થઈ શકે છે.
મકર (ખજ) વેપારમાં મોટી તક આપને સાંપડી શકે છે. યુવા મિત્રોને પ્રેમના યોગ ખૂબ પ્રબળ બન્યા છે. જીવનસાથીના નાના-ભાઈ બહેન દ્વારા લાભ થાય. જે જાતકોના એક વખત લગ્ન વિચ્છેદ થઈ ગયા હોય તેમના માટે પુનઃલગ્નની તકો પ્રાપ્ત થાય.
કુંભ (ગશષસ) ભાગ્યમાં વિશેષ મજબૂતી દેખાય છે. નોકરી છોડી વેપાર કરવાની ઇચ્છા આપને થઈ શકે છે. શરદી જેવા રોગથી આપે સાચવવાનું રહેશે. કોઈપણ પ્રકારની એલર્જી ના થાય તેની વિશેષ તકેદારી રાખજો.
મીન (દચઝથ) નોકરીની તકો પ્રાપ્ત થાય. આપની બુદ્ધિક્ષમતા વિશેષ વિકસે. આપના પ્રિયપાત્ર દ્વારા આપને લાભ થઈ શકે છે. બપોર પછી જીવનસાથી સાથે ભવિષ્યના આયોજન અંગે ચર્ચા-વિચારણા પણ થાય.

આજે આપને દુર્ગાઅષ્ટાક્ષર મંત્ર આપને આપું છું…

  • આ મંત્રમાં અદભુત શક્તિ સમાયેલી છે
  • આ મંત્રથી વાકસિદ્ધિ, પુત્રપ્રાપ્તિ, શત્રુવિજય તેમજ રોગમુક્તિ મળે
  • આ મંત્રજાપ દ્વારા માતા જગદંબાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે
  • આ મંત્ર છે – ઓમ હ્રીં દું દુર્ગાય નમઃ
  • આ મંત્ર 1 લાખ વખત જપવાથી સિદ્ધ થાય છે

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) > (મો) 7069998609 ઈ-મેલ harisahitya@gmail.com

ઈતિ શુભમ્

Read Also

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar