GSTV
Astrology Life Trending

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ


આજનું પંચાંગ

તારીખ 21 જાન્યુઆરી, 2019, સોમવાર
માસ પોષ સુદ પૂનમ, વિ.સં. 2075
નક્ષત્ર પુષ્ય
યોગ વિષ્કુંભ
આજની ચંદ્ર રાશિ કર્ક (ડ, હ)

દિનવિશેષ

  • પ્રયાગરાજમાં આજે શાહીસ્નાન થશે
  • આજે શાકંભરી નવરાત્રની સમાપ્તિ
  • આજે ખગ્રાસ ચંદ્રગ્રહણ. જે ભારતમાં દેખાવાનું નથી.
  • આજથી માઘસ્નાનનો પ્રારંભ થશે
  • મા જગદંબા અંબે માતાજીનો આજે પ્રાગટ્યોત્સવ

રાશિફળ

મેષ (અલઈ) આજે આપના દ્વારા માંગલીક કાર્ય થઈ શકે છે. રાત્રે ઊંઘ મોડી આવે. છાતીમાં એસીડીટીની તકલીફ આપને સતાવી શકે છે. માટે સાવધાન રહેવું. જે માતાનું બાળક ધાવણું હોય તે માતાઓએ વિશેષ સાવધાની રાખવી. તીખા-તળેલા ખોરાક જમવાથી આજે સંયમ રાખવો.
વૃષભ (બવઉ) વિવિધ દેવમંદિરોમાં આજે દર્શન કરવાનો આપને લાભ મળે. પૈતૃક સંબંધોમાં આજે વિશેષ લગાવ રહેશે. ગળામાં થોડી પરેશાની આપને વર્તાઈ શકે છે. નાણાંની બાબતમાં અચાનક વળાંક આવી શકે છે.
મિથુન (કછઘ) આજે વાહન અકસ્માતનો ભય રહે. મન વિચારોમાં વ્યસ્ત હોય અને કોઈ અકસ્માત થઈ શકે છે. માટે સાવધાની રાખજો. પરિવારમાં કોઈ ઊગ્ર ચર્ચાને આજે ટાળજો. ભોજનમાં સાત્ત્વિકતા રાખવી નહીંતર આરોગ્ય બગડી શકે છે.
કર્ક (ડહ) ઋતુગત બિમારીથી થોડી પરેશાની વધે. જૂની હઠીલી બિમારી આજે જરા વધારે પરેશાની આપી શકે છે. માટે, સાવધાની રાખજો. કોઈ વડીલ વ્યક્તિ સાથે આજે અણબનાવ ન થાય તેની તકેદારી અવશ્ય રાખવી.
સિંહ (મટ) સમાજમાં તમારી આબરૂને ઠેસ પહોંચે તેવો બનાવ બની શકે છે. તમે કોઈપણ વાતને આજે પ્રતિષ્ઠાનો સવાલ ન બનાવી દેતા. થોડું સમાધાનકારી વલણ અપનાવી આજનો દિવસ પસાર કરજો.
કન્યા (પઠણ) તમારું હિત આજે જળવાય નહીં. કાર્ય પાર પાડવા માટે તમારી તડપ ઉમદા હોય પણ આજે મેળ ન પડે. માતાનું આરોગ્ય આજે કથળી શકે છે. કાકા સાથેના સંબંધોમાં થોડો મતભેદ થઈ શકે છે.
તુલા (રત) ઘરના મોટાભાઈ-બહેનને આજે માતા સાથે ઘર્ષણ થઈ શકે છે. માટે સાવધાની રાખવી. આપની ભાષા આપના માટે વેરી ઊભા કરે. આપના માથાના વાળ આજે વધુ ઊતરે તેવું પણ દર્શાવે છે.
વૃશ્ચિક (ન,ય) યશ-માન-પ્રતિષ્ઠાને ઠેસ પહોંચે તેવા બનાવો બની શકે છે. માટે શક્ય હોય તો વિવાદથી દૂર રહેજો. પીઠમાં દાદર-ખસ કે ખરજવા જેવા દર્દ વકરી શકે છે. શેરબજારમાં આજે રોકાણ કરતા પહેલા ખૂબ અભ્યાસ કરજો, નહીંતર ગુમાવવાનો વખત આવશે.
ધન (ભ,ધ,ફ,ઢ) પરિવારમાં નાણાં મુદ્દે થોડો કકળાટ થઈ શકે છે. વેપારના પૈસા થોડા ડૂબી જાય અને તેમાં ગેરસમજના કારણે આપને ઊગ્ર બોલાચાલી થઈ શકે છે. માટે સંયમપૂર્ણ દિવસ વિતાવવો.
મકર (ખજ) સ્ત્રી જાતકોને આજે પેઢુના ભાગે દુઃખાવાની સમસ્યા સર્જાઈ શકે છે. આરોગ્યની સમસ્યા આજે આપને સતાવી શકે છે. બપોર પછી જીવનસાથી સાથે થોડી બોલાચાલી થઈ શકે છે. પુરુષ જાતકો સાળા-સાળીના કાર્યમાં વ્યસ્ત રહે.
કુંભ (ગશષસ) ચંદ્રગ્રહણની અસર આપને વધુ વર્તાઈ શકે છે. ખાસ કરીને કોઈ જીવજંતુ કરડે નહીં તેની તકેદારી વધુ રાખજો. ખાસ કરીને બપોર પછી કોઈ ચામડીની બિમારી વધુ સતાવી શકે છે. કોઈ સ્નાયુ ન ખેંચાઈ જાય તે જોજો.
મીન (દચઝથ) પેટની તકલીફ અચાનક વધી શકે છે. સંતાન સાથે થોડી ચડભડ થઈ શકે છે. આજે આપના માટે શાંતિથી દિવસ પસાર કરવાની સલાહ આપું છું. કોઈપણ વાતની અસર આજે આપની ઝડપથી થઈ જાય માટે… તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ… આ અભિગમ અપનાવજો.

ચંદ્રગ્રહણના દુષ્પ્રભાવથી બચવા આટલું કરો –

  • શિવજીને ચંદનની અર્ચા કરજો.
  • ઘરમાં કપૂરની આરતી કરવી.
  • મરી-મસાલા અને તામસી ખોરાકનો ત્યાગ કરવો.
  • શિવ મહિમ્નસ્તોત્રનો પાઠ કરવો.

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) > (મો) 7069998609 ઈ-મેલ [email protected]

ઈતિ શુભમ્

Read Also

Related posts

VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ

GSTV Web Desk

VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત

GSTV Web Desk

રાજસ્થાન / પીએમ મોદીએ જયપુરમાં મહાખેલના સ્પર્ધકોને સંબોધિત કર્યા, જાણો શું કહ્યું

Akib Chhipa
GSTV