GSTV
Astrology Life Trending

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ

તારીખ 3 ફેબ્રુઆરી, 2019, રવિવાર
માસ પોષ વદ ચોદશ, વિ.સં. 2075 (રિક્તા તિથિ છે. આ તિથિ શુભકાર્ય માટે ઉપયોગી નથી.)
નક્ષત્ર ઉત્તરાષાઢા (સ્થિર નક્ષત્ર છે. રાજધાનીમાં રહેવું, મકાન બાંધકામ, શાંતિકર્યો, નગર પ્રવેશ વગેરે માટે ઉપયોગી છે.)
યોગ સિદ્ધિ (શુભ યોગ છે)
કરણ વિષ્ટિ (શુભકાર્ય માટે આ કરણ ત્યાગવું આવશ્યક છે.)
આજની ચંદ્ર રાશિ મકર (ખ, જ)

દિનવિશેષ

  • આજનો દિવસ શુભકાર્ય માટે ત્યાગવો.
  • આજે રવિવાર છે સૂર્યદેવની ઉપાસના કરવી.
  • રક્તચંદન મિશ્રિત જળનું સૂર્યદેવનું અર્ઘ્ય આપવું
  • આદિત્યહૃદયનો પાઠ કરવો.
  • શક્ય હોય તો સફેદ વસ્ત્ર ધારણ કરવા.

રાશિફળ

મેષ (અલઈ) સરકારી કાર્યમાં વિશેષ લાભ મળે. આરોગ્યના વ્યવસાય સાથે જોડાયેલા જાતકોને સફળતા મળે. પિતા સાથે આજે મનમેળ વિશેષ રહે. માતાના આરોગ્યની ચિંતા સતાવે. સવારનો સમય થોડો ઉચાટમાં વિતે.
વૃષભ (બવઉ) પોતાના માટે થોડી ચિંતા સતાવી શકે છે. આંખોમાં થોડી બળતરાનો અહેસાસ થાય. જીવનસાથી દ્વારા લાભ થાય. મિત્રો દ્વારા પણ આપને વિશેષ લાભ દર્શાવે છે. પ્રવાસનું લક્ષ સિદ્ધ થાય.
મિથુન (કછઘ) પરિવામાં આપની છેતરામણી ભાષા પકડાઈ જાય. ખાસ કરીને જો આપ જૂઠ્ઠુ બોલશો તો તમે જ હેરાન થશો. માટે, સાવધાની રાખવી. અચાનક ધન વ્યય પણ શક્ય છે. માટે આજનો દિવસ સાત્વિક નીતિ-રીતિ જાળવી પસાર કરજો.
કર્ક (ડહ) માતા અને જીવનસાથી વચ્ચે મતભેદ થઈ શકે છે. કોઈપણ પ્રકારના વિવાદમાં આજે આપે ફસાવું નહીં. માનસિક વ્યગ્રતાનું સ્તર આજે ઊચું રહે. કાર્યમાં આપને વધુ શ્રમ પડે.
સિંહ (મટ) જો આપને બે સંતાન હોય તો એકના દ્વારા આજે લાભ પ્રાપ્ત થાય. યશ-માન પ્રતિષ્ઠા જળવાશે. મોડી સાજે આજે ધનલાભ શક્ય દેખાય છે. દિવસનો થાક રાત્રે ઉતરી જાય.
કન્યા (પઠણ) ચિંતા અને ઉદ્વેગનું સ્તર થોડું વધી જાય. સંતાન સાથે ખોટો મતભેદ તમારે ટાળવો. મોડી સાંજે અચાનક ધનપ્રાપ્તિના યોગ પણ રચાય છે. આજે વૈભવી ખર્ચ ટાળવો આવશ્યક છે.
તુલા (રત) સાસરી પક્ષ તરફથી સુખ-સમૃદ્ધિ આપને પ્રાપ્ત થઈ શકે છે. ઘરમાં આજે વિશેષ ઉચાટ રહે. થોડું રઘવાટભર્યું વાતાવરણ રહે. જુદા જુદા અનેક કાર્યોમાં પ્રવૃત્ત થઈ શકાય છે. પિતાના સંદર્ભમાં વિશેષ ચિંતા સતાવી શકે છે.
વૃશ્ચિક (ન,ય) પોતાના નાના-ભાઈ બહેના સંદર્ભમાં વિશેષ ચિંતા સતાવે. સરકારી કાર્યો આપના અટકી-અટકીને આગળ વધતા જણાય છે. આપને મળવાપાત્ર લાભ ક્યાંક અટવાઈને ઊભો રહે તેવી શક્યતા છે.
ધન (ભ,ધ,ફ,ઢ) ધર્મકાર્યોમાં વિશેષ પ્રવૃત્ત થવાય. ધર્મકાર્યોમાં ખર્ચ પણ થાય. વેપાર સંબંધી કાર્યો આજે વિશેષ આગળ ન વધે તેવું પણ દર્શાવે છે. જનનાંગ સંબંધી બિમારીથી વિશેષ સાવધાની રાખવી.
મકર (ખજ) હાડકાની બિમારી સતાવી શકે છે. પ્રવાસ દરમિયાન કોઈ સ્નાયુનો દુઃખાવો ન થાય તેની સાવધાની રાખવી પડશે. જો વૈવાહિક કાર્ય આજે આગળ ન ધપે માટે શાંતિ જાળવવી.
કુંભ (ગશષસ) આરોગ્યના અનુસંધાનમાં વિશેષ સાવધાની રાખવી. રોગ અને શત્રુને અંકુશમાં રાખવા. શક્ય હોય તો આજે વધુ મિલન-મુલાકાત ટાળવી. આવશ્યક સંજોગોમાં શિવજીના મંદિરે દર્શન કરીને પછી જ કાર્યનો આરંભ કરવો.
મીન (દચઝથ) આજનો દિવસ લાભપૂર્ણ વિતે. ખાસ કરીને બપોર પછીનો સમય થોડો વિશેષ આનંદમય નિવડે. તમારા ઉપરી અધિકારી આજે તમારી સાથે ભાઈચારો દાખવે. સવારના સમય દરમિયાન મનધાર્યું ન થાય.

પ્રશ્ન – માનસિક શાંતિ મેળવવા શું ઉપાય કરવા

  • ચાંદીના ગ્લાસમાં પાણી પીવું
  • સ્નાન કરવાના પાણીમાં થોડું ગુલાબજળ ઉમેરવું.
  • વદ પાંચમથી પુનમ સુધી રાત્રે દૂધમાં હળદર નાંખી પીવું
  • ઘરમાં તુલસી અને ગલગોટાનો છોડ વાવવો

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) > (મો) 7069998609 ઈ-મેલ [email protected]

ઈતિ શુભમ્

READ ALSO

Related posts

VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ

GSTV Web Desk

VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત

GSTV Web Desk

રાજસ્થાન / પીએમ મોદીએ જયપુરમાં મહાખેલના સ્પર્ધકોને સંબોધિત કર્યા, જાણો શું કહ્યું

Akib Chhipa
GSTV