GSTV
Home » News » આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ

તારીખ 1 ફેબ્રુઆરી, 2019, શુક્રવાર
માસ પોષ વદ બારશ, વિ.સં. 2075 (ભદ્રા તિથિ છે. વિવાહ, જનોઈ, યાત્રા, આભૂષણ ઘડાવવાં, પહેરવાં, કલા, હાથી-ઘોડા વગેરેની સવારી વગેરે કાર્યો માટે ઉપયોગી છે)
નક્ષત્ર મૂળ (દારૂણ નક્ષત્ર છે. મૂળ નક્ષત્રના દેવ અસુર છે. આ નક્ષત્ર શુભકાર્યો માટે ઉપયોગી નથી.)
યોગ હર્ષણ (સામાન્ય યોગ છે)
કરણ તૈતીલ (આ કરણ સરકારી કાર્ય માટે ઉપયોગી છે.)
આજની ચંદ્ર રાશિ ધન (ભ, ધ, ફ, ઢ)

દિનવિશેષ

  • શુક્રવાર છે અને ચંદ્ર તેમજ શુક્ર બેઉ મૂળ નક્ષત્રમાં ભ્રમણ કરે છે.
  • માટે, આજે શુક્રદેવની પૂજા ઉપાસના કરવી આવશ્યક છે.
  • આજનો દિવસ મિશ્ર દિવસ છે. પણ શુભ કાર્ય ન થાય તે ઇચ્છનીય છે.
  • સૌભાગ્યવતી સ્ત્રીઓને યથાશક્તિ ભેટ-સોગાદ આપી શકાય.

રાશિફળ

મેષ (અલઈ) રોજિંદા કાર્ય સિવાય આજે કોઈ અન્ય કાર્યમાં પ્રવૃત્ત થવાય. વ્યવસ્થા કે સરકારી કાર્યમાં આજે વિશેષ પ્રવૃ્ત્તિ રહે. પ્રવાસના આયોજન સંદર્ભે પણ આજનો દિવસ વીતી શકે છે. સાળા-સાળીના કાર્યમાં પણ પ્રવૃત્ત થવું પડે.
વૃષભ (બવઉ) નોકરીમાં બદલાવ આવી શકે છે. જો કોઈ બિમારીથી પીડાતા હશો તો આજે પીડા વધી શકે છે. માટે સાવધાની રાખવી આવશ્યક છે. ગુહ્યબિમારી આજે વિશેષ પીડા આપી શકે છે.
મિથુન (કછઘ) સ્ત્રી પાત્રો સાથે મતભેદ થાય. આજે ધન સંપત્તિ પ્રાપ્ત થાય પણ મનમાં ઉદ્વેગ રહેશે. જો પ્રેમલગ્ન કરવા યુવામિત્રો ઉત્સુક હશે તો આજે સફળતા મળી શકે છે. માટે આજે પ્રયત્નશીલ થઈ પોતાના પરિવારમાં વાત કરવાનું વિચારી શકો છો.
કર્ક (ડહ) યુવા અને લગ્નવાંછુ મિત્રોને નોકરીના સ્થાને પ્રયણ વધુ પાંગરે. જ્ઞાતિભેદમાં પણ લગ્ન થઈ શકે છે. નોકરીના સ્થાને આવકનું પ્રમાણ જળવાય. પ્રવાસના યોગ પણ પ્રબળ થયા છે. વિદ્યાર્થી મિત્રો માટે આજેનો દિવસ શુભ છે. વિજ્ઞાનના વિષયોમાં વધુ સફળતા મળી શકે છે.
સિંહ (મટ) લાભસ્થાન પ્રબળ બન્યું છે. સરકારી ક્ષેત્રે કે પછી અપના અધિકારી આપને બિરદાવી શકે છે. આપને કાર્યમાં અતિ ઉત્સાહ રહે. જૂની એન્ટીક વસ્તુઓ ઉપર આજે આપનો પ્રેમ વિશેષ રહે. જીવનસાથી આજે આપના કાર્યમાં ઉત્સાહથી જોડાય.
કન્યા (પઠણ) વિદ્યાર્થી મિત્રોનો અભ્યાસ જો અધૂરો છૂટી ગયો હોય તો તેમને અભ્યાસ પુનઃ પ્રારંભ કરવાની ઇચ્છા થાય. આજે ગણિતના વિષયોમાં વિશેષ સફળતા મળે તેવું સ્પષ્ટ થાય છે. ગૃહસ્થમિત્રોને આજે પરિવારમાં થોડો મતભેદ રહે. વિદેશ જવાના યોગ પ્રબળ થયા છે.
તુલા (રત) વેપાર-રોજગાર પ્રસંગે આજે પ્રવાસ શક્ય છે. ટૂર્સ – ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા જાતકો માટે આજે સફળતા. આપની ભાષા આજે આકરી બની શકે છે. માટે, ભાષામાં આપે સંયમ રાખવો.
વૃશ્ચિક (ન,ય) આજે ધનખર્ચ વધી શકે છે. સવારનો સમયગાળો સાચવી લેવો. ખોટી દલીલથી તમારે દૂર રહેવું. પેટની બિમારી આપને સતાવી શકે છે. શુભકાર્યની શક્યતા પણ નકારી નથી શકાતી.
ધન (ભ,ધ,ફ,ઢ) કોઈપણ પ્રકારના કોર્ટ-કચેરીના કાર્યમાં આજે પડવું નહીં. સરકારી નોકરી મેળવવાની હોય તો આજે શક્યતા પ્રબળ બની છે. જમીન-મકાન કાર્ય આગળ વધે. છૂપુ ધન પણ પ્રાપ્ત થઈ શકે છે.
મકર (ખજ) ધર્મપ્રવૃત્તિ થાય. આપના જીવનસાથીને પ્રવાસનો યોગ રચાયો છે. આપે છેતરપીંડીથી પણ સાવધાન રહેવું પડશે. આપની ઇચ્છા વિરુદ્ધનું પરિણામ આજે પ્રાપ્ત થઈ શકે છે. પણ આ બધાની વચ્ચે આપને ધનપ્રાપ્તિના યોગ પણ રચાયા છે.
કુંભ (ગશષસ) સર્વપ્રકારે આજે લાભ રચાયેલો દેખાય છે. સ્નાયુની પીડાથી સાવધાન રહેવું પડશે. નેત્રપીડા પણ સતાવી શકે છે. એટલે કુલમળી આરોગ્ય પ્રત્યે આજે તમારે સજાગતા દાખવવી પડશે.
મીન (દચઝથ) આજે મનમાં કલા-કાલીગરી પ્રત્યે પ્રેમ જાગે. કંઈક વિશેષ સુંદર કરવાની ઇચ્છા થાય. છાનોછપનો પ્રેમ જાગી જાય પણ મન સંયમમાં રાખવું પડશે. ઈલેક્ટ્રોનીક સાધનો વસાવવાની ઇચ્છા થાય અને તે સંદર્ભે ખર્ચ પણ થાય.

પ્રશ્ન – માતા જગદંબાની કૃપા પ્રાપ્ત કરવા માટે આ મંત્રજાપ કરવો-

  • ઓમ શ્રીં હ્રીં ક્લીં ભદ્રકાલી દેવ્યૈ નમઃ
  • ઓમ શ્રીં હ્રીં ક્લીં વિષ્ણુમાયા દેવ્યૈ નમઃ
  • ઓમ શ્રીં હ્રીં ક્લીં સિદ્ધિદાત્રી દેવ્યૈ નમઃ
  • પોતાની જે જન્મ તારીખ હોય તેટલી માળા આજે કરવી.
  • મંત્ર કરતા પહેલા માતાજીને શુભસંકલ્પ અવશ્ય અર્પણ કરવો

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) > (મો) 7069998609 ઈ-મેલ harisahitya@gmail.com

ઈતિ શુભમ્

Read Also

Related posts

શક્તિસિંહ ગોહિલે સીએમ રૂપાણીને પત્ર લખી આ સંસ્થા સામે રાષ્ટ્રદ્રોહનો ગુન્હો નોંધવા માંગ કરી

Nilesh Jethva

સાંજના નાશ્તામાં આ વસ્તુઓ ખાવાથી પાચન શક્તિ રહેશે મજબુત

Kaushik Bavishi

સેમી ફિનાલે શૂટમાં નહીં પહોંચ્યાં કોરિયોગ્રાફર, જાણો શા માટે કર્યો બોયકોટ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!