GSTV
Home » News » આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાંગ

તારીખ 31 જાન્યુઆરી, 2019, ગુરૂવાર
માસ પોષ વદ એકાદશી, વિ.સં. 2075 (નંદા તિથિ છે. ગૃહારંભ, વસ્ત્ર, અલંકાર-શિલ્પ, નૃત્ય, ચિત્ર, ઉત્સવ, ખેતી વગેરે કાર્યો માટે ઉપયોગી છે)
નક્ષત્ર જ્યેષ્ઠા (દારૂણ નક્ષત્ર છે. જ્યેષ્ઠા નક્ષત્રના દેવ ઈન્દ્ર છે. આ નક્ષત્ર શુભકાર્યો માટે ઉપયોગી નથી.)
યોગ વ્યાઘ્રાત (અશુભ યોગ છે)
કરણ બાલવ (આ કરણ શુભકાર્ય માટે ઉપયોગી છે.)
આજની ચંદ્ર રાશિ વૃશ્ચિક (ન,ય)

દિનવિશેષ

  • વિંછુંડો સાંજે 6.41 પછી પૂર્ણ થાય છે.
  • આજે ષટ્તિલા એકાદશી છે.
  • વિષ્ણુ સહસ્રનામજપ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે
  • ઘીનો દિવો પ્રગટાવી મહાલક્ષ્મીઅષ્ટકંનો પાઠ કરવો

રાશિફળ

મેષ (અલઈ) આપના માટે આજે શુભ દિવસ છે. પરમાત્મા આજે આપના કાર્યો સિદ્ધ કરશે. અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે છે. એક પ્રકારનો માંગલ્યયોગ સર્જાયો છે. થોડો માનસિક ઉચાટ થશે પણ ચિંતાનું કોઈ કારણ જણાતું નથી.
વૃષભ (બવઉ) પરદેશથી સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. કોઈ છૂપો પ્રેમ આજે વધારે પાંગરે. વડીલો દ્વારા આજે વિશેષ લાભ થાય. રાજનીતિ સાથે જોડાયેલા જાતકો માટે પણ આજે આનંદનું વાતાવરણ રહેશે.
મિથુન (કછઘ) આરોગ્ય આજે વધુ મજબૂત રહેશે. આપનું કાર્ય સિદ્ધ થઈ શકે છે. નોકરીમાં નવી તક પ્રાપ્ત થઈ શકે છે. દૈનિક આવકમાં વૃદ્ધિ થશે. મિત્રો દ્વારા પણ લાભ થઈ શકે છે. સંકલ્પ પૂર્તિનો દિવસ ગણી શકાય.
કર્ક (ડહ) સાંજનો સમય આપના માટે વધુ આનંદદાયક રહેશે. આજે વાહનસુખ મળશે. ભાગ્યનું બળ આજે આપને વિશેષ પ્રાપ્ત થશે. આપના પ્રયત્નો દ્વારા પારીવારીક કાર્યો સારી રીતે સંપન્ન થાય.
સિંહ (મટ) જૂની નોકરી છોડી નવી નોકરી પ્રાપ્ત કરવા ઇચ્છતા હશો તો આજે શક્ય બનશે. જૂના પ્રેમી સાથે આજે સંબંધો વિશેષ આગળ વધે. પ્રવાસની શક્યતા પણ જણાય છે. કાર્યમાં વિશેષ સફળતા મળે. યશ-માન પણ વધે.
કન્યા (પઠણ) દાક્તરી વ્યવસાય સાથે જોડાયેલાને વિશેષ સફળતા પ્રાપ્ત થાય. શિક્ષણ જગત સાથે સંકળાયેલા જાતકોને પણ આજે વિશેષ સફળતા પ્રાપ્ત થઈ શકે તેમ છે. અચાનક ધનપ્રાપ્તિ પણ શક્ય છે.
તુલા (રત) પ્રવાસની શક્યતા વર્ણવે છે. સંતાન સંબંધી કાર્યોમાં આજે સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરદેશ જવું હોય તો આજે વિશેષ સક્રિય થજો. જીવનસાથી સાથે જો મતભેદ હોય તો આજે ઉકેલ આવી શકે છે.
વૃશ્ચિક (ન,ય) પરદેશથી આવકો થાય. ભાષા સાથે સંકળાયેલા જાતકો માટે વિશેષ સાનુકૂળતા રહે. મોડી રાત્રે મન વધારે આનંદમય રહેશે. આજનો દિવસ આપના માટે શુભ સમાચાર લઈને આવશે.
ધન (ભ,ધ,ફ,ઢ) અટક્યુ કાર્ય થોડું આગળ વધશે. પૂર્ણ સફળતા મળે તેવું લાગતું નથી. પારિવારીક મુશ્કેલી થોડી વિશેષ જણાય છે. પણ, સવારનો સમય આપના માટે વિશેષ લાભદાયી રહેશે તેનો ફાયદો લેજો.
મકર (ખજ) શુભકાર્ય થશે. આજે લાભ પણ જણાય છે. ઘરમાં વિશેષ શાંતિ વર્તાય. ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુ વસાવી શકાય તેવી શક્યતા પણ રચાઈ છે. જમીન મકાન સંબંધી કાર્યોમાં સફળતા મળી શકે છે.
કુંભ (ગશષસ) ભાગ્ય વધુ બળવાન બન્યું છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ચાલતી સમસ્યાનો આજે અંત આવી શકે છે. ધનપ્રાપ્તિના યોગ છે. વેપારમાં નવો ઓર્ડર પણ આજે આપને મળી શકે છે.
મીન (દચઝથ) આજે સર્વપ્રકારે શુભફળની પ્રાપ્તિ થાય. ઘર પરિવારમાં ચાલતી સમસ્યામાં આજે હળવાશની અનુભૂતિ થઈ શકે છે. વેપારમાં થોડી નિરસતા સાંપડે. સ્થાનફેરની પણ પૂર્ણ શક્યતા રચાયેલી છે.

જ્યેષ્ઠાલક્ષ્મી મંત્ર —

  • ઐં હ્રીં શ્રીં જ્યેષ્ઠાલક્ષ્મિ સ્વયંનુવે હ્રીં જ્યેષ્ઠાયં નમઃ
  • આ જપને 1 લાખ વખત જપવાથી સિદ્ધ થાય છે
  • સર્વપ્રકારના સુખ આપવા માટે સમર્થ મંત્ર છે
  • ધન-ધાન્ય તેમજ કીર્તિ, ભુવન આદિક સુખ મળે છે
  • શ્રદ્ધાથી અને પવિત્રમનથી આ મંત્ર કરવો.

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) > (મો) 7069998609 ઈ-મેલ harisahitya@gmail.com

ઈતિ શુભમ્

Read Also

Related posts

8 વર્ષનાં બાળકે પકડી 314 કિલોની શાર્ક, તોડ્યો 22 વર્ષ જુનો રેકોર્ડ

pratik shah

એક્ટિંગના મેદાનમાં ઉતર્યાં ક્રિકેટર ઈરફાન પઠાણ, આ ફિલ્મથી કરશે ડેબ્યૂ

Kaushik Bavishi

ભારતીય શટલરે બહેરીન ઈન્ટરનેશનલ બેડમિન્ટન સીરીઝ કરી પોતાના નામે, જાણો તેની વિગતો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!