GSTV
Home » News » આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ

આજનું પંચાગ, દિનવિશેષ અને દૈનિક રાશિફળ


આજનું પંચાંગ

તારીખ 29 જાન્યુઆરી, 2019, મંગળવાર
માસ પોષ વદ નોમ, વિ.સં. 2075 (રિક્તા તિથિ છે. શત્રુ પર ચડાઈ, શસ્ત્રનો ઉપયોગ કરવો, અગ્નિ, ઓપરેશન વગેરે કાર્યો માટે છે. આ તિથિ શુભકાર્યમાં નથી લેવાતી)
નક્ષત્ર વિશાખા (આ નક્ષત્રના સ્વામી ઈન્દ્રાગ્નિ છે. મિશ્ર નક્ષત્ર છે. આ નક્ષત્રને સાધારણ ગણવામાં આવે છે. રોજિંદા કાર્યો કરી શકાય)
યોગ વૃદ્ધિ (શુભયોગ છે)
કરણ ગર (આ કરણના સ્વામી વાસુદેવ છે. ઢોર લેવા-વેચવા, ગૃહપ્રવેશ, મકાન બાંધકામ તેમજ ઈજનેરી કાર્યો માટે ઉપયોગી)
આજની ચંદ્ર રાશિ તુલા (ર, ત), સવારે 9.01 પછી વૃશ્ચિક (ન,ય)

દિનવિશેષ

 • વિંછુડો 9.01થી બેસી જશે
 • વિંછુડો બેસી જાય એટલે શુભકાર્ય ત્યાજ્ય છે.
 • શુક્રદેવ રાશિ પરિવર્તન કરશે રાત્રે11.28થી ધનમાં પ્રવેશ કરશે.
 • કુમારયોગ બપોરે 2.41થી બપોરે 3.14 સુધી રહેશે
 • હનુમાનઅષ્ટકનો પાઠ કરવો તથા ગણેશગીતાનો પાઠ પણ કરવો.

રાશિફળ

મેષ (અલઈ) કોઈપણ પ્રકારના કરાર આજે થાય. આપ નવા કરાર કરી શકશો. નોકરી પ્રાપ્ત થવાના યોગ પણ આજે છે. કોર્ટકચેરીના કાર્યમાં આજે ગૂંચ આવી શકે છે. માટે, કોર્ટ કચેરીના કાર્યમાં આજે વિરામ રાખવો.
વૃષભ (બવઉ) ઊચ્ચ સ્થાને બેઠેલી વ્યક્તિ સાથે મેળાપ થાય. સુખ અને વૈભવમાં ઉમેરો થાય. આજે નવી આશા સાંપડે. લાગણીના સંબંધોમાં આજે વિખવાદ થઈ શકે માટે, આપે શાંતિ જાળવવી.
મિથુન (કછઘ) વ્યવહારીક કાર્યમાં મુશ્કેલી સર્જાય, આપનું ધાર્યું ન થાય. એકાઉન્ટ ક્ષેત્રે નાની મોટી મુશ્કેલી સર્જાય. જો કોઈ હિસાબ સોંપવાનો હોય તો આજે મુલત્વી રાખજો. સંતાન તરફથી નાણાકીય સમસ્યા સર્જાય.
કર્ક (ડહ) ઘર કંકાસની શક્યતા આજે વધુ છે. નાની વાતો આજે મોટું સ્વરૂપ ધારણ કરી લે. બપોર પછી આપનો ગુસ્સો વધી જાય. આવકના સંદર્ભમાં પિતા-પુત્ર વચ્ચે વૈમનસ્ય થાય.
સિંહ (મટ) સવારનો સમય આપે શાંતિથી પસાર કરવો. સવારે થોડો ઉશ્કેરાટ આપને વધુ જણાય. આપના આરોગ્યને મુશ્કેલી થઈ શકે છે. પ્રવાસ દરમિયાન મુશ્કેલી વધુ રહે
કન્યા (પઠણ) મિત્રો દ્વારા આપને લાભ થઈ શકે છે. જૂના સંબંધો આજે વધુ ગાઢ બને. પરદેશના કાર્યમાં આપ સક્રિય રહેશો. પણ, આજે પૂર્ણ સફળતા દેખાતી નથી.
તુલા (રત) આજે વિશેષ પરિશ્રમનો દિવસ રહેશે. એકનું એક કાર્ય ફરી ફરી કરવાનું થાય. કાર્યમાં પૂર્ણતા જણાય નહીં.  વેપારમાં આજે વૃદ્ધિ થાય. આજે પ્રતિષ્ઠા ખરડાય નહીં તેનું ધ્યાન રાખવું.
વૃશ્ચિક (ન,ય) જૂનો પ્રેમ આજે જાગી જાય. જૂનો પ્રેમી યાદ આવી જાય. અથવા, જૂનો પ્રેમી આજે આપનો સંપર્ક કરવા પ્રયત્ન કરે. જમીન ક્ષેત્રે આજે રોકાણ કરવાની ઇચ્છા થાય. આપના કર્મચારી આજે આપને યશ અપાવે.
ધન (ભ,ધ,ફ,ઢ) નાણાં ખેંચ આજે હળવી થશે. છાતીમાં થોડી બળતરા જેવું વર્તાય. માટે, આજે ભોજનમાં સંયમ રાખજો. તીખું-તળેલું-ચટપટું આજે ખોરાકમાં ન લેવું. દાંતના કળતરની પીડા આજે વેઠવી પડે.
મકર (ખજ) વેપારમાં લાભ થાય. ઉત્સાહ વધે. એક્સપોર્ટ ક્ષેત્રે જોડાયેલાને લાભ. નવા ઓર્ડર પ્રાપ્ત થઈ શકે છે.  મેનેજમેન્ટ ક્ષેત્રે જોડાયેલાને પણ લાભ. મેનેજમેન્ટ ક્ષેત્રે આપને યશ પ્રાપ્ત થાય.
કુંભ (ગશષસ) મકાન ભાડે આપવું હશે તો આજે લાભ થશે. ઘરમાં આજે વિશેષ સુમેળ રહેશે. ઘરના સભ્યો આજે એક વિચાર ઉપર સંમત થઈ શકશો. કોઈ નવી ચીજ વસાવી શકાશે.
મીન (દચઝથ) ઈશ્વરમાંથી શ્રદ્ધા આજે મોળી પડે. તમારા મનમાં જાત જાતના તર્ક આવે. તમે આ તર્ક-કુતર્કથી દૂર રહેજો. શાસ્ત્રનું આધિપત્ય સ્વીકારશો ત્યારે ઈશ્વર આપની ઉપર કૃપા કરશે અને આજે લાભ થશે.

પ્રશ્ન – પ્રતિપક્ષનો સહકાર પ્રાપ્ત કરવા માટે શું કરવું ?

 • પોતાના જીવનસાથી સાથે હંમેશા સુમેળ રાખવો.
 • પુરુષ જાતકોએ દુર્ગાસપ્તશતીનો પાઠ કરવો.
 • સ્ત્રી જાતકોએ શ્રીનારાયણ કવચનો પાઠ કરવો.
 • વર્ષમાં ચાર વખત પૂજારી બ્રાહ્મણને બ્રહ્મભોજન કરાવવું.
 • વર્ષમાં ચાર વખત કુંવારીકાનું પૂજન કરી યથાશક્તિ ભેટ આપવી.
 • ઘરમાં ક્યારેય કાંટાવાળા છોડ વાવવા નહીં.

અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય) > (મો) 7069998609 ઈ-મેલ harisahitya@gmail.com

ઈતિ શુભમ્

Read Also

Related posts

તાપી જિલ્લાનાં આજિવાસી ગામડાઓમાં મતદાનનો બહિષ્કાર, મહિલાઓએ અધિકારીઓને ઘેરાવ કર્યો

Riyaz Parmar

જામનગર-દ્વારકામાં કોંગ્રેસને ફટકો, રૂપાલાની સભામાં કોંગ્રેસનાં નેતાએ કેશરિયા કર્યા

Riyaz Parmar

આ રાજનિતી છે કે રમકડું? સવારે કોંગ્રેસનો ખેસ પહેર્યો, સાંજે પાછા પોતાનાં જ ઘર ભાજપમાં પરત ફર્યા

Riyaz Parmar