GSTV
Home » News » આજથી સંસદનું મોનસુન સત્ર શરૂ : આ વર્ષના શ્રેણી બદ્ધ મુદ્દાઓ રહેશે ચર્ચામાં

આજથી સંસદનું મોનસુન સત્ર શરૂ : આ વર્ષના શ્રેણી બદ્ધ મુદ્દાઓ રહેશે ચર્ચામાં

આજથી સંસદનું મોનસુન સત્ર શરૂ થઇ રહ્યું છે જે તોફાની બનવાની શક્યતા છે. વિરોધ પક્ષો એનડીએ સરકારને ભીંસમાં લેવા માટે તૈયાર છે. તો બીજી બાજું મોદી સરકાર પણ વિરોધ પક્ષનો સામનો કરવા તૈયાર છે.

આ મોનસુન સત્રમાં સરકાર અને વિપક્ષ આમને સામને આવશે અને જે મુદ્દાઓ પર ચર્ચા થશે તેમાં અમરનાથ શ્રદ્ધાળુઓ ઉપર કરવામાં આવેલા હુમલા, રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશ નીતિ અને અન્ય સ્થાનિક મામલાઓનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના નેતૃત્વ હેઠળ ૧૮ વિરોધ પક્ષો સરકાર ઉપર દબાણ લાવવા માટે તૈયાર છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને હાલમાં એનડીએ અને યુપીએ આમને સામને છે. ચીન સાથેની લશ્કરી મડાગાંઠના પર સરકારના વલણને વિરોધ પક્ષો ટેકો આપ્યો હોવા છતાં આ મુદ્દો સંસદમાં જોરદાર ચમકે તેવી શક્યતા છે.

આ ઉપરાંત જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી હુમલામાં વધારો, અમરનાથ શ્રદ્ધાળુઓ ઉપર ત્રાસવાદી હુમલા, સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામના ભંગ, કેટલાક રાજ્યોમાં ખેડૂતોના આપઘાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં ખેડૂતોના વિરોધ પ્રદર્શન, ખેડૂતોની દુર્દશા, બીફને લઇને વિવાદ જેવા મુદ્દા મુખ્ય રહે તેવી શક્યતા છે.

ખેડૂતોની દુર્દશા અને મંદસોરમાં પોલીસ ગોળીબારના મુદ્દા બંને ગૃહોમાં ઉઠાવવામાં આવશે. સરહદ ઉપર પ્રવર્તી રહેલી તંગદિલીના મુદ્દાને સીપીઆઈએમ દ્વારા ઉઠાવવામાં આવશે. ગૌરક્ષાના નામે લઘુમતિ સમુદાયમાં ફેલાવવામાં આવી રહેલી દહેશતનો મુદ્દો પણ ઉઠાવવામાં આવશે.

આ મોનસુન સત્રમાં ઘણાં બિલો પસાર કરવા પ્રયાસ કરાશે, જેમાં ભ્રષ્ટાચાર અટકાયત સુધારા બિલ, વિસ્ટલે બ્લોવર્સ પ્રોટેક્શન બિલ, સિટીજનશીપ સુધારા બિલ, મોટરવ્હીકલ્સ સુધારા બિલ, કંપનીઝ સુધારા બિલનો સમાવેશ થાય છે. આજે એટલે કે મોનસૂન સત્રના પ્રથમ દિવસે બંને ગૃહોને હાલમાં જ અવસાન પામેલા વિનોદ ખન્ના અને ગોવર્ધન રેડ્ડીને અંજલિ આપ્યા બાદ મોકૂફ કરાશે.

સત્રમાં મુખ્યત્વે ક્યાં ક્યાં નુદ્દાઓ પાર્થશે ચર્ચા તેના મુદ્દા

કેટલાક રાજ્યોમાં ખેડૂતોના આપઘાત

મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન

વિરોધ પક્ષોને ટાર્ગેટ બનાવીને સીબીઆઈ અને ઇડીના દરોડા

અમરનાથ શ્રદ્ધાળુ પર હુમલો

મંદસોરમાં પોલીસ ગોળીબાર

દાર્જિલિંગમાં હાલમાં થયેલી હિંસા

જમ્મુ કાશ્મીરમાં હાલમાં વધી ગયેલા હુમલા

જમ્મુ કાશ્મીરમાં બુરહાનવાનીના મોત બાદ વિસ્ફોટક સ્થિતિ

ચીન સાથે ડોકલામ સરહદી મડાગાંઠ

પાકિસ્તાન દ્વારા અંકુશ રેખા પર યુદ્ધવિરામ ભંગ

બીફ વિવાદ અને હત્યાઓ

Related posts

Delhi Election 2020: અમિત શાહના રોડ શો દરમિયાન લાગ્યા આઝાદીના નારા

Nilesh Jethva

મનફાવે તે ન બનાવી શકે રાષ્ટ્રીય ધ્વજ, આ કંપની પાસે જ છે દેશનો તિરંગો બનાવવાનો કોન્ટ્રાક

Pravin Makwana

શરઝીલ ઈમામના નિવેદન બાદ ઓવૈસીએ કહ્યું, ભારત કોઈ મુર્ગીની ડોક નથી કે તેને તોડી શકાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!