GSTV
Home » News » આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને ગૃહોને કરશે સંબોધિત

આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને ગૃહોને કરશે સંબોધિત

આજથી સંસદના બજેટ સત્રની શરૂઆત થવા જઈ રહી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંને ગૃહોને સેન્ટ્રલ હોલની સંયુક્ત બેઠકમાં સંબોધિત કરશે. જે બાદ બજેટ સત્રની શરૂઆત થશે.

આ સત્ર પણ હંગામેદાર રહેવાની શક્યતા છે. રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદનું આ પ્રથમ અભિભાષણ હશે. રાષ્ટ્રપતિનું અભિભાષણ એક રીતે કેન્દ્ર સરકારનો દસ્તાવેજ તરીકે હોય છે. જેમાં કેન્દ્ર સરકાર ગત વર્ષમાં કઈ કઈ ઉપલબ્ધિ મેળવી તેનો ઉલ્લેખ હોય છે.

આ સાથે જ આગામી નાણાકીય વર્ષ માટે સરકારનું વિઝન, યોજનાઓ અને એજન્ડાનો ઉલ્લેખ કરવામાં આવે છે.પહેલી ફેબ્રુઆરીએ નાણાપ્રધાન અરૂણ જેટલી સામાન્ય બજેટર રજૂ કરશે. આજે રાષ્ટ્રપતિ ભવનથી સંસદ ભવન સુધી રાષ્ટ્રપતિ પોતાના અંગરક્ષક અને ઘોડેસવારની ટુકડી સાથે બગ્ગી અથવા કારમાં આવશે.

રાષ્ટ્રપતિના અભિભાષણ પછી તરત જ ઉપરાષ્ટ્રપતિ સંક્ષેપમાં અભિભાષણના પહેલા અને અંતિમ ફકરાનું અંગ્રેજી અનુવાદ કરશે. આ સત્રમાં સરકારે ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાંથી પસાર થાય તે મુદ્દા પર ભાર મુકશે.

 

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

ટ્રમ્પના ભારત પ્રવાસ પહેલા RSS એ મોદી સરકારને આપી સ્પષ્ટ ચેતવણી, 10 હજાર અબજનું નુકશાન થવાની શક્યતા

Nilesh Jethva

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!