GSTV
Home » News »  આજથી નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસની બેઠક, 1500 જેટલા પ્રતિનિધીઓ રહેશે હાજર

 આજથી નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસની બેઠક, 1500 જેટલા પ્રતિનિધીઓ રહેશે હાજર

આજથી નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રણ દિવસની મહત્વની બેઠકની મળી રહી છે. આ બેઠકમાં સંઘ સાથે જોડાયેલા 1500 જેટલા પ્રતિનિધીઓ સામિલ થવાના છે.

આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને ભાજપ સંગઠનના મંત્રી રામ લાલ અને ભાજપના મહાસચિવ રામ માધવ પણ બેઠકમા હાજર રહેવાના છે. ત્રણ વર્ષમાં એક વખત યોજાતી આ બેઠકમાં સંઘના ત્રણ વર્ષના કામકાજની સમિક્ષા કરવામાં આવશે.

સૂત્રોનુ માનીએ તો સંઘના નવા સરવાહકની ચૂંટણી 10મી માર્ચે થવાની છે. પરંતુ આ બદલાવ 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. આ બેઠકમાં રામ મંદિર મામલે શ્રી શ્રી રવિશંકરના વધી રહેલા હસ્તક્ષેપ, ત્રણ તલાક અને વિશ્વ હિંદુ પરિષદમાં વધી રહેલી લડાઈ મામલે ચર્ચા થવાની છે.

આ ઉપરાંત  2019માં આવી રહેલી લોકસભાની ચૂંટણી ચર્ચાનો મુખ્ય મુદો બની શકે છે. બેઠકમાં હિંદુઓને સંગઠીત કરવા માટે મહત્વના એજન્ડાઓ અંગે પણ ચર્ચા થવાની છે.

Related posts

દેશમાં લોકસભાની સાથે સાથે આ ચાર રાજ્યોમાં વિધાનસભા ચુંટણીની મતગણતરી ચાલુ

Mansi Patel

શું હોય છે પોસ્ટલ બેલેટ પેપર, કેમ થાય છે સૌથી પહેલાં તેની ગણતરી?

Mansi Patel

જીત પહેલા ભાજપે બનાવડાવી આટલા કીલોની લડ્ડુ કેક જાણો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!