આજથી જ અપનાવો આ ૬ આદતો…આજીવન હ્રદય રહેશે સ્વસ્થ

 હૃદય માંસપેશિઓનું બનેલું અંગ છે અને તે શરીરના બીજા અંગોમાં લોહીનુ પમ્પીંગ કરે છે, એવામાં લોહીની ધમનીઓમાં જયારે અડચણ થવા લાગે છે ત્યારે હૃદયની બીમારી થાય છે. આ બીમારી જીવલેણ છે. આજકાલ ઘણી બધી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે, પરંતુ આ બીમારીનો કોઈ સ્થાયી ઈલાજ નથી. આજે અમે તમને એ આદતો વિષે જણાવશું જેને અપનાવીને તમે આ બીમારીથી પોતાને બચાવી શકો છો. તો ચાલો જાણીએ કે એ કઈ આદતો છે જે તમારે આજથી જ પાડી લેવી જોઈએ.

૧. કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવું :

             કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં કરવું તમારા માટે ઘણું જરૂરી છે, કારણ કે કોલેસ્ટ્રોલ જયારે વધવા લાગે છે, તો હૃદયની બીમારીનો ભય પણ વધે છે. કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે ફક્ત દવા જ પૂરતી નથી, પરંતુ હેલ્ધી ડાયટનું પણ સેવન કરવું પડે છે. તમારે હેલ્ધી ડાયટ જ લેવું જોઈએ.

૨. વજન નિયંત્રણમાં રાખવું :

            હાર્ટ અટેકનો સાથી મોટો શત્રુ વજન છે. તમારે તમારું વજન હંમેશા નિયંત્રણમાં રાખવું જોઈએ. વજન નિયંત્રણમાં રાખવાથી તમને હૃદયની સમસ્યા નહીં થાય. કારણ કે વજન વધવાથી નસો બ્લોક થઈ જાય છે, જેના કારણે હૃદયની બીમારી તમને ઘેરવા લાગે છે. એના માટે તમારે વ્યાયામ વગેરે કરતા રહેવું જોઈએ.

૩. ઓલિવ ઓઈલ :

                  આમ તો તૈલી ખાવાનું ખાવાથી બચવું જોઈએ. પરંતુ જો તમને વધારે તૈલી ખાવાનું ગમે છે, તો એના માટે તમારે ઓલિવ ઓઈલમાં બનેલા ખોરાક જ ખાવા જોઈએ. તે સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું નુકશાન નથી પહોંચાડતું. સાથે જ શરીરમાં કોઈ પણ પ્રકારની ચરબી જમા નથી થવા દેતું.

૪. ધૂમ્રપાનથી દૂર રહો :

              ધૂમ્રપાનથી દરેક વ્યક્તિએ દૂર રહેવું જોઈએ, કારણ કે એનો ધુમાડો ફેફસા અને હૃદયમાં જમા થઈ જાય છે, જેના કારણે હાર્ટ અટેક આવવા લાગે છે. આથી ધૂમ્રપાનથી બચવું જોઈએ, જેથી તમને હૃદયની બીમારી ન થાય અને તમે આખું જીવન એક મજબૂત હૃદય સાથે જીવતા રહી શકો. સાથે જ પોતાના પરિવારજનોને પણ ધૂમ્રપાન ન કરવાની સલાહ આપવી જોઈએ.

૫. વ્યાયામ કરો :

                  વ્યાયામ તો દરેક વ્યક્તિએ કરવો જોઈએ. રોજ નિયમિત વ્યાયામ કરો ભલે ૧૦-૨૦ મિનિટ કરો પણ વ્યાયામ જરૂર કરો. કારણ કે એનાથી શરીર સારું અને સ્વસ્થ રહે છે. એનાથી તમે હૃદયની બીમારીથી બચી શકો છો. માટે તમારે રોજ નિયમિત રીતે વ્યાયામ કરવાની આદત પાડી લેવી જોઈએ.

૬. હેલ્ધી ડાયટ :

                 પોષણથી ભરપૂર વસ્તુઓનું સેવન કરો તો તમને ક્યારેય કોઈ બીમારી નહીં થાય. હૃદયની બીમારીથી બચવા માટે વિટામિન ઈ, મેગ્નેશિયમ, ફાઈબર અને પોટેશિયમના ગુણોથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ. તે હૃદયની રક્ષા કરે છે. એના માટે તમારે સૂકા મેવાનું સેવન કરવું જોઈએ.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter