GSTV
ગુજરાત ટોપ સ્ટોરી

આગામી 19 જુલાઇ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના : હવામાન વિભાગ

મેઘરાજા દ્વારા આજે રાજ્ય પર મહેર વરસાવ્યા બાદ આ સિલસિલો આગામી 48 કલાકમાં હજુ પણ ચાલુ રહે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જો કે ગુજરાતમાં વરસાદ વરસાવી રહેલી સિસ્ટમ થોડી નબળી પડી છે.

રાજ્યમાં મેઘ તાંડવ, 3ના મોત, 1500થી વધુનાં સ્થળાંતર

આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે આગામી 19 જુલાઇ સુધી રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ વરસતો રહેશે. હાલમાં પશ્ચિમ મધ્યપ્રદેશ પર સર્જાયેલું હવાનું હળવું દબાણ હવે પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર છવાયું છે.

ચોટીલામાં 24 ઇંચ વરસાદ, અમદાવાદ-સુરેન્દ્રનગર રસ્તો બંધ, 1નું મોત

આ સિસ્ટમ આગળ વધીને ઉત્તર ગુજરાત અને કચ્છ તરફ સરકે તેવી સંભાવના છે. જેના કારણે કચ્છ, બનાસકાંઠા, જામનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત સુરેન્દ્ર નગર અને મોરબી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે.

રાજ્યભરમાં વરસાદી મહેર, જુઓ ફોટોઝ

બીજી તરફ બંગાળની ખાડીમાં સર્જાયેલું અપર એર સાયકલોનિક સર્કયુલેશન હવે લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થયું છે. જે આગામી 48 કલાકમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થઇ શકે છે. આ સિસ્ટમ આગળ વધીને 21 અથવા 22 જુલાઇએ ગુજરાત પહોંચે તેવી સંભાવના છે.

મોરબીના ટંકારામાં 12 ઇંચ વરસાદ, NDRFની ટીમો મોકલાઇ, CM રૂપાણીએ બેઠક યોજી  

Related posts

BIG BREAKING: નેપાળના બારા જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત, 16ના કરૂણ મોત 24 લોકો ઘાયલ

pratikshah

સુએલા બ્રેવરમેને જ ભારત સાથે બ્રિટનના મુક્ત વેપાર કરારનો કર્યો વિરોધ, કહ્યું-દેશમાં ભારતીય ઈમિગ્રન્ટ્સ વધશે

Hemal Vegda

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે WHOની કામીગીરી સામે ઉઠાવ્યા પ્રશ્નો, દવામાં ખામી હતી તો વપરાશની મંજૂરી કેમ અપાઈ

Hemal Vegda
GSTV