GSTV
Gujarat Government Advertisement

આખરે MPના ‘નાથ’ માટે આ કદાવર નેતાનું નામ ફાયનલ : મુખ્યમંત્રી માટે ફરી યોજાશે ચૂંટણી

Last Updated on December 12, 2018 by Karan

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની જીત બાદ આજે સરકાર રચવાનો દાવો કરાયો છે. કોંગ્રેસ માટે સૌથી મોટી મુશ્કેલી એ મુખ્યમંત્રીના ઉમેદવારને નામને લઇને હતી. જે ફાયનલ થઈ ગયું છે. મધ્ય પ્રદેશના નાથ હવે કમલનાથ બને તેવી સંભાવના છે. આ બાબતે જ્યોતિદારિત્ય સિંધિયાએ પ્રસ્તાવ મૂક્યો હતો અને દિગ્વીજયસિંહે તેને ટેકો જાહેર કર્યો છે. જ્યોતિદારિત્ય સિંધિયાનું મુખ્યમંત્રી બનવાનું સપનું રોળાઇ ગયું છે.  વિધાયક દળની બેઠકમાં કમલનાથને મુખ્યમંત્રી બનાવવાનું નક્કી કરાયું છે. હવે કમલનાથે મધ્ય પ્રદેશમાં ચૂંટણી જીતવી પડશે.

અા ચૂંટણીમાં કમલનાથ કે સિંધિયા બંનેમાંથી એક પણ ચૂંટણી લડ્યા ન હતા. આ બાબતે દિલ્હી પર હવે નિર્ણય છોડાયો છે. સિંધિયાએ કમલનાથનું નામ મૂકીને વિવાદ આગળ વધતો અટકાવ્યો છે. સિંધિયાએ બપોરે મુખ્યમંત્રીની રેસમાં હોવાનો દાવો કર્યો હતો.  કોંગ્રેસના વિધાયકદળની બેઠક પૂર્ણ થઈ ગઈ છે.

આ બેઠકમાં લેવાયેલા નિર્ણયો આધારે દિલ્હીથી મુખ્યમંત્રીપદનો ઉમેદવાર જાહેર થઈ શકે છે. કોંગ્રેસના નેતાઓ વિધાયક દળના નેતાનું નામ લઇને રાજભવન જઈ રહ્યાં છે. જેઓ શપથ સમારોહની તારીખ પણ અાપશે. આખરે આનંદીબેન આ અંગે બાદમાં નિર્ણય લેશે.

કમલનાથના નસીબ ખૂલી ગયા

ચૂંટણી જીત્યા પછી હવે ખરા અર્થમાં કોંગ્રેસ માટે સંકટ ઉભુ થયું હતું કે મુખ્યમંત્રી કોને બનાવવા? જે રીતે કમલનાથ સમર્થકો અને સિંધિયાના સમર્થકો વચ્ચે સીએમ પદ વિશે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું  હતું. તે જોઇને દિલ્હીમાં પણ ચિંતાનો માહોલ હતો. અાગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી હોવાથી કોઇની નારાજગી રાહુલને પોષાય તેમ ન હોવાથી આખરે બેઠકો યોજાઈ હતી. જોકે, ઘી ના ઠામમાં ઘી ભળ્યું છે. કમલનાથને નવા મુખ્યમંત્રી  બનાવવાનું ફાયનલ થઈ ગયું છે.

એમપીમાં પોસ્ટરવોર જામી હતી

અેમપીમાં નવો મુખ્યમંત્રી કોણ તેના પોસ્ટર્સવોર થયા હતા. કમલનાથ અને સિંધિયાના સમર્થકોએ પોસ્ટર લગાવવાના શરૂ કર્યા હતા. સોમવારે કોંગ્રેસની ઓફિસ બહાર કમલનાથના મુખ્યમંત્રી બનવાના પોસ્ટર્સ લાગતાં મંગળવારે સિંધિયાના સમર્થકોએ પોસ્ટર્સ લગાવવાના શરૂ કર્યા હતા. એમપીમાં કમલનાથનું જાહેર થતાં કોંગ્રેસી સમર્થકોએ ફટાકડા ફોડવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કમલનાથના સમર્થકો રાજીના રેડ થઈ ગયા છે. સિંધિયા અને કમલનાથ વચ્ચે ભારે રસાકસી હતી. આખરે કમલનાથ બાજી જીતી ગયા છે. 

આમ જીત પહેલાં જ  એમપીમાં મુખ્યમંત્રી બનવા માટે લાઇનો લાગવા લાગી છે. સિંધિયાના પોસ્ટર્સમાં કમલનાથની સાઈઝ નાની કરી દેવામાં આવી છે. કોંગ્રેસ કાર્યાલય બહાર પણ જ્યોતિદારિત્ય સિંધિયાનું આદમ કદનું પોસ્ટર્સ બેનર તરીકે લગાવી દેવામાં આવ્યું છે. આ બંને નેતાઓમાંથી એક પણે ચૂંટણી લડી નથી પણ બંનેએ મુખ્યમંત્રી બનવા માટેની દાવેદારી માટેના પ્રયાસો તેજ કરી દીધા છે.

સોમવારે કમલનાથ કોંગ્રેસની ઓફિસે પહોંચ્યા તો રાજ્યનો મુખ્યમંત્રી કેવો હશે, કોન હશે તો કમલનાથ હશે તેવા નારાઓ લગાવ્યા હતા. કમલનાથને ફૂલોની માળાઓ સાથે વાજતે ગાજતે સ્વાગત કરાયું હતું. ત્યારે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, કમલનાથ મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. 

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

ગલવાન અથડામણનું એક વર્ષ, ભારતીય સેનાએ શહીદ જવાનોને આપી વિશિષ્ટ શ્રદ્ધાંજલિ

Pritesh Mehta

પેટ્રોલના સતત ભાવ વધારા બાદ હવે મળી શકે છે રાહત, સરકારે ઓઇલ કંપનીઓ સાથે ગોઠવી બેઠક

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!